________________
કેવળી પ્રભુનો સાથ
અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ.” (આસો ૧૯૪૮. આંક ૪૧૫).
આજ્ઞામાં રહેવાનું જ્ઞાની પુરુષોનું જે સનાતન આચરણ છે, તે આચરણ તેમને વિપરીત સંજોગોમાં પણ સહજપણે વર્તે છે, તેની સમજ આ વચનો વાંચતા આવે છે. તેમનામાં સંસારનાં ક્ટો દૂર થાય એવી સ્પૃહા જોવા મળતી નથી. સંસારની શાતા મેળવવાની ઇચ્છાનો ઉલ્લેખ પણ ક્યાંય દેખાતો નથી. દેખાય છે માત્ર આત્માનુભૂતિમાં રહેવાની તમન્ના અને સત્સંગની ઝંખના. આમ સંસારનાં દુ:ખો તેમજ સુખોનો નકાર તેમને કેટલી પ્રબળતાથી વર્તતો હતો તે આપણને જણાઈ આવે છે. પરિણામે સંસારી શાતાનાં નિમિત્તો સ્ત્રી, કુટુંબ, ધન, કીર્તિ, સત્તા વગેરે પણ તેમને આત્મવિકાસમાં ખલેલ પહોંચાડનારા તેમજ બાધાકારક લાગતાં હતાં. સંસારની કોઈ શાતા તેમને આ કાળમાં આકર્ષી શકતી નહોતી, તે આ વર્ષથી સ્પષ્ટ થતું જાય છે. નાની વયમાં એટલે કે સં. ૧૯૪૪ની સાલ પહેલાં તેમને કીર્તિ, ધન, કુટુંબ આદિ આકર્ષણનાં નિમિત્તો હતાં, તે હવે આકર્ષણનાં કારણરૂપ રહ્યાં ન હતાં, તેથી આ બધાં ઉપરાંત અવધાન, જ્યોતિષ, કવિત્વ, લબ્લિસિદ્ધિ આદિની આસક્તિ નહિવતું થઈ જાય તો તેમાં શું નવાઈ કહેવાય!
વળી, એમને તો સંસારમાં રહીને જ આત્મભાવ અને અસંગભાવ વધારવાનો હતો, કેમકે સંસાર ત્યાગવા જતા તેમનો આત્મા કોઈના ને કોઈના અપરાધમાં સપડાઈ જાય તેવા સંજોગો હતા; તેથી એમને સંસારી પ્રવૃત્તિઓ કરતાં કરતાં જાતજાતની મુશ્કેલીઓમાંથી પસાર થવું પડતું હતું. ચિત્ત હતું ખૂબ ઉદાસીન, અને કરવાની હતી વ્યવહારની પ્રવૃત્તિઓ. આવા સંજોગોમાં તેમણે પ્રભુ આજ્ઞાએ વત (અર્થાત્ સમભાવથી વર્તન રાખી) આત્મોન્નતિ કરવાની હતી. તે માટે તેમણે ઉદિત થતા સર્વ કર્મો સમભાવથી જ વેદી લેવાનો પુરુષાર્થ રાખ્યો હતો. આ રીતે ઉદયાધીન પ્રવૃત્તિ કરતાં કરતાં તેઓ બળવાન નિર્જરા અને અલ્પ આશ્રવ પામ્યા. વળી, જે નવાં કર્મો બંધાય તેમાનાં મોટા ભાગનાં કર્મો શુભ તથા પારમાર્થિક પુણ્યવાળા થતાં
૪૧૪