________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
પ્રત્યક્ષ છે ... એવા વિષમકાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાયો છે. માનસિક ચિંતા ક્યાંય કહી શકાતી નથી. કહેવાનાં પાત્રોની પણ ખામી છે; ત્યાં હવે શું કરવું? જો કે યથાયોગ્ય ઉપશમભાવને પામેલો આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે. એટલે અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે; પણ આ આત્માને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી.” (પ્ર. ભાદ્ર. સુદ ૩, ૧૯૪૬. આંક ૧૨૬).
આવા સત્સંગના વિયોગના કાળમાં વીતરાગમાર્ગ પ્રવર્તાવવાની તેમની ઝા ખના ઠીક ઠીક વધી હતી, જેની શરૂઆત આપણને સં.૧૯૪૩ના વર્ષમાં જોવા મળી હતી. પોતાના આત્માની શુદ્ધિ કરવાની ઝંખના વધવાની સાથે આ વર્ષમાં આત્મધર્મ ફેલાવવાની વૃત્તિ પુનઃ વર્ધમાન થઈ વ્યક્ત થાય છે.
“કેટલાંક વર્ષ થયાં એક મહાન ઇચ્છા અંતઃકરણમાં પ્રવર્તી રહી છે, જે કોઈ સ્થળે કહી નથી, કહી શકાઈ નથી, કહી શકાતી નથી; નહીં કહેવાનું અવશ્ય છે. મહાન પરિશ્રમથી ઘણું કરીને તે પાર પાડી શકાય એવી છે; તથાપિ તે માટે જેવો જોઈએ તેવો પરિશ્રમ થતો નથી ....... એ ઇચ્છા સ્વાભાવિક ઉત્પન્ન થઈ હતી. જ્યાં સુધી તે યથાયોગ્ય રીતે પાર નહીં કરાય ત્યાં સુધી આત્મા સમાધિસ્થ થવા ઇચ્છતો નથી, અથવા થશે નહીં.” (પ્ર. ભાદ્રપદ સુદ ૧૧, ૧૯૪૬, આંક ૧૩૦). “અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું; અને અનેકને પરમાર્થ સાથે કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે, તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે.” (પ્ર. ભાદ્ર. વદિ ૧૩, ૧૯૪૬. આંક ૧૩૨).
ધર્મપ્રવર્તન કરવાની તેમની મહેચ્છા જ્યાં સુધી સંતોષાય નહિ, ત્યાં સુધી તેમની અંતરંગ દ્વિધા જશે નહિ એવો નિર્દેશ આ અવતરણોમાં આપણને જોવા મળે છે. વળી,
૨૩૯