________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સુધી આત્મવિકાસ કેવી રીતે કરવો? આવી હાલતમાં હોય ત્યારે તે જીવ યોગ્ય પ્રાર્થના તથા ક્ષમાપનાની સહાયથી સગુરુની પ્રાપ્તિ કરવા માટેની પોતાની પાત્રતા બળવાન કરી શકે છે. સાથે સાથે શ્રી તીર્થંકર પ્રભુએ રચેલા અને પોષેલા એવા અનાદિસિદ્ધ નમસ્કાર મહામંત્રની આરાધના કરી આત્મવિકાસ સાધી શકે છે. આ સિદ્ધિ કેવી રીતે મેળવી શકાય, તથા આ મહામંત્રમાં આજ્ઞાનો માર્ગ કેવી રીતે સમાયેલો છે તથા સચવાયેલો છે તેનો આપણે વિચાર કરીએ. - જ્યારે પ્રત્યક્ષ સદ્ગુરુ કે તેમના દ્વારા સિધ્ધ થયેલા મંત્રની પ્રાપ્તિની સંભાવના ન હોય ત્યારે મોક્ષમાર્ગ બંધ થઈ ન જાય, અટકી ન જાય તેવા અત્યંત બળવાન શુભ હેતુથી, નમસ્કાર મહામંત્રનું પ્રગટીકરણ શ્રી તીર્થકર ભગવાને કર્યું છે.વર્તમાનશાસન શ્રી મહાવીર પ્રભુનું હોવાથી આપણે કહીએ છીએ કે આ મહામંત્ર શ્રી મહાવીર પ્રભુએ આપણને આપ્યો છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે અનાદિકાળ પહેલાથી પ્રત્યેક તીર્થકર ભગવાન સમસ્ત જનકલ્યાણાર્થે આ મંત્રમાં પ્રાણ પૂરતા આવ્યા છે. સાથે સાથે તેમાં સર્વ પરમેષ્ટિ ભગવંતોનો કલ્યાણભાવ પણ એમાં ગૂંથાયેલો હોય છે. તેથી આ મંત્રનું આરાધન જો ભાવપૂર્વક કરવામાં આવે તો પ્રત્યક્ષ સદ્ગરના અભાવના કાળમાં પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. સર્વજ્ઞ શ્રી તીર્થંકર પ્રભુની સ્મૃતિ લઈ, મનથી તેમની આજ્ઞા લઈ, મંજુરી લઈ, જે જીવ શ્રદ્ધાપૂર્વક અને ભાવથી આ મંત્રનું અવિરત રટણ કરે છે તે જીવને આ મંત્ર સહજતાએ ફળે છે અને તેને સમ્યક્તની પ્રાપ્તિ કે તે પછીનો વિકાસ પણ અપાવે છે. આમ થવાનું રહસ્ય એ છે કે પ્રત્યેક તીર્થંકર પ્રભુ અન્ય પરમેષ્ટિ ભગવંતના કલ્યાણનાં પરમાણુઓનો સાથ લઈ, પોતે સેવેલા કલ્યાણના ભાવ એમાં રેડી આ મહામંત્રમાં પ્રાણ પૂરતા આવ્યા છે, આથી આ મંત્ર અનાદિ સિદ્ધ છે, એટલું જ નહિ પણ આ મંત્ર ક્યારેય પણ જૂનો થવાનો નથી કેમકે ભાવિના સર્વ તીર્થકર ભગવાન પણ આ જ રીતે જીવ સમસ્તના કલ્યાણના ભાવના પરમાણુઓ ઉમેરી તેની શાશ્વતતા જાળવતા રહેવાના છે. અનાદિકાળ પહેલાં શરૂ થયેલો આ મહામંત્ર અનંતકાળ પછી પણ એટલો જ બળવત્તરતાથી પ્રભાવક રહેવાનો છે. તેથી તો આ નમસ્કાર મહામંત્ર શાશ્વતા
૩૫૧