________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
વિ. સં. ૧૯૫૨માં તેમનો ઉપાધિયોગ હળવો થયો હતો, તેમની આત્મદશા વધી હતી, તેનો નિર્દેશ આપણને તે સમયની તેમની પત્રધારાથી મળે છે. આગળના વર્ષો કરતાં આ વર્ષમાં પત્રો વધારે લખાયા જણાય છે, એટલું જ નહિ પણ આ વર્ષના પત્રોમાં જ્ઞાનચર્ચા વધારે જોવા મળે છે. સૌભાગભાઈ, પ્રભુશ્રી આદિ જનોએ પૂછાવેલા જ્ઞાનપ્રશ્નોના ઉત્તરો આ પત્રોમાં જોવા મળે છે. જૈન ધર્મને લગતા કેટલાક પ્રશ્નોની છણાવટ, અમુક કોયડા વિશેની ઊંડી વિચારણા, આદિ પણ જોવા મળે છે. તે પરથી આપણને લક્ષ થાય છે કે તેમની વીતરાગમાર્ગની સમજણ કેટલી ઊંડી અને દઢ બની હતી. આ પત્રોમાં અંગત સંજોગોને લગતી વિચારણા, તેના ઉલ્લેખો ભાગ્યે જ જોવા મળે છે. વધારે તો સિદ્ધાંત ચર્ચા અને ઉપદેશ જેવું લખાણ આ પત્રોમાં રહેલું દેખાય છે. એ બતાવે છે કે તેઓ અંગત ગમા અણગમાની લાગણીથી ઘણા અંશે પર થયા હતા, જે કંઈ ઉદયાનુસાર થાય તેને સહજભાવથી તેઓ સ્વીકારી લેતા હતા, અને જે થોડું અવશેષરૂપે બાકી હોય તે તેમના અંતરમાં સમાઈ જતું હતું. આમ છતાં ક્યારેક જ અંગતસ્થિતિ સૂચવનાર લખાણ તેમના આ વર્ષના પત્રોમાં વાંચવા મળે છે. આવા એક પત્રમાં તેમણે શ્રી અંબાલાલભાઈને સં. ૧૯પરના ભાદરવા માસમાં લખ્યું હતું કે, –
“જૈનદર્શનની રીતિએ જોતાં સમ્યક્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે ... વળી વર્તમાનમાં તે જ્ઞાનનો તેણે જ નિષેધ કર્યો છે. જેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફળ ન દેખાય. જૈન પ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે તો કોઈ પણ પ્રકારે તે માર્ગનો ઉધ્ધાર અમ જેવાને દ્વારે વિશેષ કરીને થઈ શકે, કેમકે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ .... વેદોક્ત માર્ગમાં . સાધારણ રીતે કોઈ કોઈ આચાર્ય અથવા તે માર્ગના જાણ સારા પુરુષો એમ ને એમ થયા કરે છે, અને જૈનમાર્ગમાં ઘણાં વર્ષ થયાં તેવુ બન્યું દેખાતું નથી ... તેથી ચિત્તમાં એમ આવ્યા કરે છે કે જો તે માર્ગ વધારે પ્રચાર પામે તો તેમ કરવું, નહીં તો તેમાં વર્તતી પ્રજાને મૂળ લક્ષપણે દોરવી. આ કામ ઘણું વિકટ છે. વળી
૨૯૫