________________
કેવળી પ્રભુનો સાથ
જૈનમાર્ગ પોતે જ સમજવો તથા સમજાવવો કઠણ છે . તેની સાથે એમ પણ રહે છે કે જો આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે; નહીં તો હાલ તો મૂળમાર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મૂળમાર્ગ બીજાનાં લક્ષમાં નથી, તેમ તે હેતુ દૃષ્ટાંતે ઉપદેશવામાં પરમશ્રુત આદિ ગુણો જોઇએ છે, તેમજ અંતરંગ કેટલાક ગુણો જોઇએ છે, તે અત્ર છે એવું દેઢ ભાસે છે.” “એ રીતે જો મૂળમાર્ગ પ્રગટતામાં આણવો હોય તો પ્રગટ કરનારે સર્વસંગપરિત્યાગ કરવો યોગ્ય; કેમકે તેથી ખરેખરો સમર્થ ઉપકાર થવાનો વખત આવે. વર્તમાન દશા જોતાં, સત્તાનાં કર્મો પર દૃષ્ટિ દેતાં કેટલાક વખત પછી તે ઉદયમાં આવવો સંભવે છે. અમને સહજસ્વરૂપ જ્ઞાન છે, જેથી યોગસાધનની એટલી અપેક્ષા નહિ હોવાથી તેમાં પ્રવૃત્તિ કરી નથી, તેમ તે સર્વસંગપરિત્યાગમાં અથવા વિશુદ્ધ દેશપરિત્યાગમાં સાધવા યોગ્ય છે. એથી લોકોને ઘણો ઉપકાર થાય છે, જો કે વાસ્તવિક ઉપકારનું કારણ તો આત્મજ્ઞાન વિના બીજું કોઈ નથી.” “હાલ બે વર્ષ સુધી તો યોગસાધન વિશેષ કરી ઉદયમાં આવે તેમ દેખાતું નથી. તેથી ત્યાગ પછીની કલ્પના કરાય છે .... નાની વયે માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી, ત્યાર પછી જ્ઞાનદશા આવ્ય, ક્રમે કરીને તે ઉપશમ જેવી થઇ; પણ કોઈ કોઈ લોકો પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલો, અને આ બાજુ તો સેંકડો અથવા હજારો માણસો પ્રસંગમાં આવેલા, ... એ પરથી એમ જોવામાં આવ્યું કે લોકો તરવાના કામી વિશેષ છે, પણ તેમને તેવો યોગ બાઝતો નથી. જો ખરેખર ઉપદેશક પુરુષનો જોગ બને તો ઘણા જીવ મૂળમાર્ગ પામે તેવું છે, અને દયા આદિનો વિશેષ ઉદ્યોત થાય એવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કોઈ કરે તો ઘણું સારું, પણ દષ્ટિ કરતાં તેવો પુરુષ ધ્યાનમાં આવતો નથી, એટલે કંઇક લખનાર
૨૯૬