________________
આણાએ ધમ્મો, આણાએ તવો
અભિલાષા તેમને ૧૩-૧૪ વર્ષની વયે જાગી હતી, તેનાં પરિણામે તેમને જેટલા ધર્મગ્રંથો ઉપલબ્ધ થયા તે સર્વનો અભ્યાસ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો. સામાન્ય જ્ઞાન પણ માંડ મેળવી શકાય એવી લઘુ વયે મહાપંડિતને યોગ્ય એવું તત્ત્વશોધનનું કાર્ય પાર પાડવા તેમણે પ્રયત્નો આરંભ્યા. નાની વયમાં તેમણે સ્વીકારેલા મહામંથનના કાર્યનાં પરિણામે તેમની ધર્મશ્રદ્ધા થોડા કાળ માટે ચલિત થઈ ગઈ; અને સંસારસુખના ભોગવટામાં જ જીવનનું ધ્યેય સમાઈ જાય છે, એવા પ્રકારની માન્યતાએ તેમના હૃદયનો કબજો લીધો. આ વાતનો નિર્દેશ આપણને સં. ૧૯૪પમાં (આંક ૮૨) મળે છે, –
“નાનપણની નાની સમજમાં કોણ જાણે ક્યાંથીયે મોટી કલ્પનાઓ આવતી, સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી, અને સુખમાં પણ મહાલય, બાગબગીચા, લાડીવાડીનાં કંઈક માન્યાં હતાં. મોટી કલ્પના તે આ બધું શુ છે તેની હતી. તે કલ્પનાનું એકવાર એવું રૂપ દીઠું પુનર્જન્મ નથી, પાપે નથી, પુણ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહિ પડતાં ધર્મની વાસનાઓ કાઢી નાખી. કોઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહિ.”
તેમનો આ ભાવ લાંબો ટક્યો નહિ. થોડા જ વખતમાં તેમની ધર્મની શ્રદ્ધા વિશેષ બળવાન થઈ; આ સ્થિતિનું વર્ણન તેમણે આ જ પત્રમાં આગળ જતાં કર્યું છે કે, –
“થોડો વખત ગયા પછી તેમાંથી ઓર જ થયું; જે થવાનું મેં કહ્યું નહોતું. તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કંઈ મારું પ્રયત્ન પણ નહોતું. છતાં અચાનક ફેરફાર થયો. કોઈ ઓર અનુભવ થયો ....... તે ક્રમે કરીને વધ્યો, વધીને અત્યારે એક ‘તુંહિ તૃહિ' નો જાપ કરે છે.”
આ વચનો પરથી આપણને ખ્યાલ આવે છે કે તેમને નાની વયે સંસારની, સંસારનાં સુખની સ્પૃહા અમુક માત્રામાં વર્તતી હતી, પોતે કરી શકે છે એવો કર્તાપણાનો ભાવ
૩૯૯