________________
કેવળી પ્રભુનો સાથ
પણ આવતો હતો, માન તથા કીર્તિની અમુક અંશે ઇચ્છાઓ વર્તતી હતી. એટલે કે એ વખતે તેઓ દુન્યવી વસ્તુઓ માટે અમુક પ્રકારે મોહ ધરાવતા હતા. વળી, પ્રભુ પ્રતિનાં અર્પણભાવ તથા સંસારનો નકાર બળવાન ન હોવા છતાં, અંતરંગમાં જે છૂટવાની લગની ઊંડાણથી અનુભવાતી હતી તેના પ્રભાવથી તેમનામાં કોઈ સભાન કે બળવાન પુરુષાર્થ વિના જોરદાર પરિવર્તન શરૂ થયું હતું અને એ પરિવર્તન તેમને પ્રભુ પ્રતિનાં ‘તુંહિ તેહિ ના જાપ પ્રતિ ખેંચી જતું હતું. આ સ્થિતિ આપણને સ્પષ્ટતા કરાવે છે કે તેમનાં જીવનમાં નાની વયમાં પણ આજ્ઞાપાલનનું મહત્ત્વ અપ્રગટપણામાંથી પ્રગટપણું ધારણ કરતું જતું હતું. અને સાથે સાથે તેમનાં જીવનમાં ધર્મનું કાર્યકારીપણું યથાર્થ રીતે સ્થાપાતું જતું હતું.
તે પછી સં. ૧૯૪૦ થી ૧૯૪૬ સુધીનો સાત વર્ષનો ગાળો તેમના જીવનનો બીજો તબક્કો બની ગયો. આ સમય દરમ્યાન તેમનો વૈરાગ્ય ઘણો દૃઢ થયો. ‘ઓગણીસસેને બેતાલીસે અદ્ભુત વૈરાગ્ય ધાર રે' એ સ્વાત્મવૃતાંતની પંક્તિ આપણને તેમના વૈરાગ્યની ગહનતાનો ખ્યાલ આપે છે. વળી, આ વર્ષોમાં પૂર્વ જન્મમાં પોતે લીધેલાં સમકિતની સ્મૃતિ આવવા ઉપરાંત ઠીક ઠીક પ્રમાણમાં જાતિસ્મૃતિજ્ઞાનનો ઉઘાડ થયો હતો, અને તે સર્વને આધારે તેમને નિર્ણય થયો હતો કે શ્રી જિનેશ્વર પ્રણીત વીતરાગ માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે. વધતા વૈરાગ્યનાં અનુસંધાનમાં સંસારથી મુક્ત થવાની તેમની ભાવના પ્રબળ થતી ગઈ હતી, સાથે સાથે ઈશ્વર એ જગતુકર્તા નથી, પણ પૂર્ણ શુદ્ધ આત્મા છે એવી સ્પષ્ટતા તેમને થઈ ગઈ. આ બધા ભાવોનું પ્રતિબિંબ પાડતી તેમણે જિનમાર્ગને અનુસરતી ‘ભાવનાબોધ', “મોક્ષમાળા' આદિ ગુણવત્તાસભર કૃતિઓની રચના કરી.
બીજી બાજુ વિ. સં. ૧૯૪૨માં તેઓ મુંબઈ આવ્યા. અને એ વર્ષમાં તેમણે બહોળા પ્રમાણમાં અવધાનના પ્રયોગો જાહેર ક્ષેત્રોમાં કર્યા. તેના લીધે તેમની અવધાની, કવિ અને જ્યોતિષી તરીકેની ખ્યાતિ ઘણી ફેલાઈ હતી. આવી કીર્તિની ટોચે રહેલા તેમણે સં. ૧૯૪૩માં વધતા વૈરાગ્યને કારણે અવધાન આદિ પ્રયોગો કરવા બંધ કર્યા, તેમના મત પ્રમાણે આવી પ્રવૃત્તિ આત્મ આરાધન કરવામાં તેમને
૪TO