________________
આણાએ ધમ્મો, આણાએ તવો
બાધાકારક જણાતી હતી; આ જ કારણથી ધર્મેતર સાહિત્યિક કૃતિઓ રચવાનું પણ તેમણે બંધ કરી દીધું, અને આત્મખોજ કરવાના પુરુષાર્થનો સમય તેમણે વધારી દીધો. આ પુરુષાર્થથી તેમની વીતરાગમાર્ગની શ્રદ્ધા વધારે નિશ્ચળ થતી ગઈ; સંસારનાં ભ્રમણથી છૂટવાના ભાવ જોર કરતા ગયા, અને વીતરાગપ્રભુ પ્રણીત આત્મમાર્ગ પ્રવર્તાવવાની અભિલાષા આકાર ધારણ કરવા લાગી.
આવા વધતા વૈરાગ્યનાં સ્થિતિસંજોગોમાં, તેમનાથી સંસારત્યાગનો નિર્ણય લેવાય તે પહેલાં જ તેમને ગૃહસ્થાશ્રમી બનાવવાનાં ચક્રો ગતિમાન થયા. અને એ અનુસાર તેમણે સં. ૧૯૪૪ના મહાસુદ બારસના રોજ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો. તે પછી પણ તેમનું લક્ષ આત્મશુદ્ધિ કરવામાંથી ખસ્યું ન હતું. તેઓ સંસારની પ્રવૃત્તિ કરતાં આત્મવિચારણા કરવામાં વિશેષ સમય ગાળતા હતા. તેમાંથી તેઓ એવા નિર્ણય પર આવ્યા હતા કે શ્રી પ્રભુની આજ્ઞામાં રહીને આત્માનું આરાધન કરવામાં આવે તો મોક્ષમાર્ગ સુલભ છે, સરળ છે, સુગમ છે. અને આજ્ઞાનો માર્ગ આત્મપ્રાપ્તિ કરવા માટે ઉત્તમ છે. વિચારો તેમનાં આ વચનો, –
“....... આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરો, એ જ મોક્ષનો માર્ગ છે ..... જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું, એ જ તેની સદા ઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે ... પૂર્વ કર્મના આધારે તેનું સઘળું વિચરવું છે, એમ સમજી પરમ સંતોષ રાખજો.” (આસો વદ ૨, ૧૯૪૫. આંક ૩૭) આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદેવ સપુરુષનાં ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે, તે મહાત્માઓની જે જાતની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય.” (ફાગણ સુદ ૯, ૧૯૪૫. આંક પ૫) “પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સપુરુષનાં ચરણકમળની, વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી
૪૦૧