________________
કેવળી પ્રભુનો સાથ
.... શ્વાસનો જય કરતાં છતાં સપુરુષની આજ્ઞાથી પરાગમુખતા છે તો તે થાસજય પરિણામે સંસાર જ વધારે છે.” (વૈશાખ સુદ ૧૨, ૧૯૪૫. આંક ૬૨)
આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે.” (આસો સુદ ૬, ૧૯૪૬. આંક ૧૪૭)
જે કર્મનાં પરમાણુઓ અજ્ઞાનવશ બની પૂર્વ કાળમાં ભેગાં કરી લીધાં હોય, તે કર્મ પરમાણુ જગતને ચૂકવી દઈ ઋણમુક્ત થવું હોય તો પ્રભુની આજ્ઞામાં રહીને ચાલવું જોઈએ, અને એ જ સહેલામાં સહેલો અને ટૂંકામાં ટૂંકો માર્ગ તેમને જણાયો હતો. તેનાં કારણો આપણે આ રીતે અનુમાની શકીએ. પ્રભુની આજ્ઞામાં રહીએ તો તેમની આજ્ઞાનું કવચ જીવને નવાં કર્મબંધ કરવામાં રક્ષણ આપી અલ્પતા કરાવે છે. આમ આશ્રવ ઘટવાથી જીવને હળવાશ વધતી જાય છે. વળી, એ જ આજ્ઞાનું આરાધન જીવને પૂર્વે એકઠાં કરેલાં કર્મો ઝડપથી નિર્જરાવવાની સુવિધા પણ આપે છે. આમ જીવ સ્વછંદ છોડી આજ્ઞામાં પ્રવર્તે તો બેવડા દોરે કર્મથી છૂટતો જાય છે. આવા હેતુથી તેમણે સં. ૧૯૪૪-૪૫ ની સાલથી પ્રભુની આજ્ઞામાં રહી આરાધન કરવાનો માર્ગ સ્વીકાર્યો હતો.
આ વર્ષોમાં તેમને ગૃહસ્થ જીવનની બહુ રુચિ રહી ન હતી, છતાં પૂર્વ કર્મની બળવત્તરતાને કારણે તેઓ સંસાર ભોગવતા હતા. આ ભોગવટામાં તેમને અનુભવાતું સ્ત્રીનું આકર્ષણ ખેદરૂપ થતું હતું. તેથી સંસાર ભોગવતાં ભોગવતાં સંસારનો નકાર કરવાની વૃત્તિ તેમનાથી લખાયેલા આ વર્ષના પત્રોમાં વારંવાર દૃષ્ટિગોચર થાય છે, -
“સ્ત્રીના સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી. પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યો છે.” (સં. ૧૯૪પ. આંક ૭૮).
૪૦૨