________________
આણાએ ધમ્મો, આણાએ તવો
“દુખિયાં મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો ખચીત તેના શિરોભાગમાં હું આવી શકું ...... સ્ત્રી સિવાય બીજો કોઈ પદાર્થ ખાસ કરીને મને રોકી શકતો નથી. બીજા કોઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી .... સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે; એક પક્ષે તેનું કેટલાક કાળ સુધી સેવન કરવું સમ્મત કર્યું છે. તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ – અપ્રીતિ છે.” (સં. ૧૯૪૫. આંક ૮૨) “સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દૃષ્ટિથી કલ્પાયું છે. પણ તે તેમ નથી જ ... ટૂંકમાં કહેવાનું કે તેમાં કંઈ સુખ નથી .. અહીં હું સ્ત્રીનાં અવયવાદિ ભાગનો વિવેક કરવા બેઠો નથી; પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયો છે, તેનું સહજ સૂચવન કર્યું ......” (સં. ૧૯૪૫. આંક ૭૯)
આ વચનો પરથી ફલિત થાય છે કે સં. ૧૯૪૪-૪૫ થી તેમનામાં માર્ગની નિઃશંકતા પ્રગટી ચૂકી હતી, વેરાગ્ય ઘેરો થયો હતો, સંસારના નકારની શરૂઆત થઈ હતી, સત્સંગની રુચિ ઊંડી થઈ હતી, જે સર્વ આત્મશુદ્ધિ વધારવા માટે સાનુકૂળ હતાં; તો બીજી બાજુ અંતરંગ ખોલી શકાય એવા પાત્રોની દુર્લભતા, સ્ત્રીનું આકર્ષણ, નાની વય આદિ પૂર્વકર્મનાં પરિપાકરૂપ કારણો આત્માની પ્રગતિ સાધવામાં વિઘ્નરૂપ થતાં હતાં. આ વિક્નોને ટાળવાનો બળવાન પુરુષાર્થ તેમણે આદર્યો હતો. બે વિરોધી માર્ગની ખેંચતાણમાં તેમણે અનુભવવા પડતાં આંતરયુદ્ધમાં વિજયી થવા માટે કમર કરી હતી. તેઓ સંસારનું આકર્ષણ તોડતા જઈ, આત્માને શુદ્ધ કરવાનો પુરુષાર્થ સતત વધારતા ગયા હતા.
આ તબક્કામાં તેમણે અનુભવવા પડેલા વિપ્નો બે પ્રકારનાં હતાં: ઘાતી તથા અઘાતી. આત્માનાં જ્ઞાન, દર્શન કે ચારિત્રને આવરણ કરે તે ઘાતી મુશ્કેલી. અને શરીરાદિ પુદ્ગલના કારણે થતી વેદના તે અઘાતી મુશ્કેલી. સર્વ ધર્મગ્રંથોનો અભ્યાસ કરતાં કરતાં તેમની ધર્મરુચિ નહિવત્ થઈ ગઈ તે તેમને અનુભવવી પડેલી ઘાતી
૪૦૩