________________
કેવળી પ્રભુનો સાથ
મુશ્કેલી હતી. તેમને મંથનકાળમાં ધર્મ માટે જે નકાર આવ્યો હતો એ સૌથી મોટું ઘાતી વિઘ્ન ગણી શકાય. પરંતુ તેમાંથી તેઓ ખૂબ જલદીથી બહાર નીકળી શક્યા હતા. નાની વયમાં તેમના જીવે મનોમંથનનો અતિ ભારે બોજ ઉપાડયો હતો તે બોજાનાં કારણે તેમની શ્રદ્ધા ચલિત થઈ હોય તેવું અનુમાન આપણે કરી શકીએ. પરંતુ પૂર્વે પ્રાપ્ત કરેલ સમકિત તથા જાતિસ્મૃતિજ્ઞાને તેમને ધર્મની અનુભૂતિ કરાવી ધર્મની અશ્રદ્ધામાંથી ઉગારી લઈ, ધર્મશ્રદ્ધામાં ફરીથી દૃઢતાથી સ્થાપિત કર્યા હતા. શરૂ થયેલા ગૃહસ્થાશ્રમ અને વેપારાદિ પ્રવૃત્તિનાં કારણે તેમને સાસારિક તકલીફોમાંથી પસાર થવું પડતું હતું, તે તેમની અઘાતી મુશ્કેલીઓ હતી, જે સં. ૧૯૫૧ સુધી વધતી ગઈ હતી, તેવો તેમનો અનુભવ હતો.
તેમનામાં એક પ્રાથમિક અને મૂળ ગુણ ખૂબ ખીલેલો હતો. તે ગુણ એ હતો કે તત્ત્વનાં ઠેઠ મૂળ સુધી પહોંચી, પૃથક્કરણ કરી, સત્યની શોધ કરી તેને અપનાવતાં જવું. આ ગુણના આધારે સંસારી જીવનની શરૂઆતના કાળમાં જ તેમને નિર્ણય થયો હતો કે સંસારમાં જે સ્ત્રી આદિ પદાર્થો આકર્ષણનાં કારણો ગણાયાં છે, તે તેમ નથી જ. માટે મારે મારા આત્માને સ્ત્રીનાં આકર્ષણથી બચાવવો જ જોઈએ, અને તેને શુદ્ધિના માર્ગમાં પ્રવર્તાવવો જોઈએ. તેની સાથે સાથે મારે કીર્તિ, અપકીર્તિ, માન, અપમાન આદિના દ્વંદ્વથી ૫૨ થતાં જવું જોઈએ, તો જ આત્માને સ્વસ્વરૂપમાં હું સ્થિર કરી શકીશ, આ બધી ઊંડાણભરી વિચારણાને લીધે તેમને દૃઢ નિર્ણય થયો હતો કે સંસાર કે સંસારના અભિલાષથી કષાયો વધે છે. આ નિર્ણય થતાં તેમને સંસારની અરુચિ વધી, જગતમાં પ્રવર્તતા અનેક મતમતાંતરોથી અલિપ્ત થવાનો પુરુષાર્થ વધ્યો અને જ્ઞાન તથા દર્શનને શુધ્ધ કરવાનો તેમનો અભિલાષ બળવાન થયો. તેમણે લખ્યું હતું કે,
“કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો, પણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે
૪૦૪