________________
કેવળી પ્રભુનો સાથ
વાત્સલ્યતા મારામાં બહુ હતી. સર્વથી એકત્વ ઇચ્છતો, સર્વમાં ભાતૃભાવ હોય તો જ સુખ એ મને સ્વાભાવિક આવડ્યું હતું .......... ત્યાં સુધી મારામાં સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું, હું માણસ જાતનો બહુ વિશ્વાસુ હતો. સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી.” (કાર્તકી પૂનમ ૧૯૪૬. આંક ૮૯).
આ વચનો વિચારતાં સમજાય છે કે જે બધા ગુણો જીવે ધર્મનું આરાધન કરી કેળવવાના હોય છે તે બધા ગુણો શ્રી રાયચંદભાઈને બાળવયથી જ સહજપણે સાંપડયા હતા. બીજી બાજુ તેમને તેમના પિતામહ પાસેથી કૃષ્ણકીર્તનનાં પદો, અવતારોની ચમત્કારિક વાતો, આદિ મારફત વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કારો પણ મળ્યા હતા. તે ચમત્કારો જાણીને તેમને મહાન ત્યાગી થવાની ઇચ્છા થતી હતી, તો બીજી બાજુ કોઈ વૈભવીની કથા સાંભળીને તેમને સમર્થ વૈભવી થવાની ઇચ્છા પણ જોર કરતી હતી. આમ તેઓ બાળસુલભ રીતે જેવા વાતાવરણમાં મૂકાતા તેને અનુકૂળ કલ્પનામાં રાચતા હતા.
વૈષ્ણવ સંપ્રદાયના સ્વચ્છતા આદિના સંસ્કાર ઝીલાવાને લીધે તેમને જૈન પ્રતિ જુગુપ્સા થઈ હતી. વળી, તેમની માન્યતા જગત્કર્તા ઈશ્વર તરફની હતી, તેથી તેઓ જગત્કર્તા ઈશ્વરને ન માનનારા જૈનોને ખોટા ગણતા હતા. પરંતુ જ્યારે વવાણિયામાં તેમને જૈનનાં પ્રતિકમણ આદિ સૂત્રો વાંચવા મળ્યા ત્યારે તે સૂત્રોમાં જગતનાં સર્વ જીવો સાથે મૈત્રી સાધવાની ભાવના જોઈને તેમને એ સૂત્રોનું ખૂબ આકર્ષણ થયું. કેમકે તેઓ બાળવયથી જ જગતનાં સર્વ જીવો સાથે મૈત્રીભાવ ઝંખતા હતા. એ વયે સામાન્ય પ્રકારે કીર્તિ આદિની સ્પૃહા તેમનામાં રહેલી હતી.
૧૧ થી ૧૩ વર્ષની વયમાં તેમને વૈષ્ણવ તથા જૈન એ બંને સંપ્રદાયના ધાર્મિક સંસ્કારો મળ્યા હતા. બંનેના આચારવિચારની ભિન્નતાની તુલના તેમની કુશાગ્રબુદ્ધિ કરતી હતી, અને તેમાં તેમને જે સારું તથા ઉત્તમ લાગે તેનો સ્વીકાર નિષ્પક્ષપાતતાથી તેઓ કરતા હતા. આ નાની વયમાં તેમની જ્ઞાનની પિપાસા ખૂબ બળવાન હતી. તેથી સર્વ દર્શનનો અભ્યાસ કરી સત્યમાર્ગનું શોધન કરવાની તીવ્ર
૩૯૮