________________
કેવળી પ્રભુનો સાથ
પ્રભુની દેશના છૂટે છે ત્યારે તેમના દેહના પ્રત્યેક રોમમાંથી ૐ ધ્વનિ છૂટે છે. જે આચારને શુદ્ધ કરવાની ચાવીરૂપ બની, હિંસાદિ પ્રવૃત્તિથી જીવને બચાવી, જીવનાં દર્શનાવરણને હળવું કરતો જાય છે. આ અપેક્ષાએ ૐ દર્શનનું પ્રતિક થાય છે. અને શ્રી ચારિત્રનું પ્રતિક બને છે. ચારિત્ર એટલે આત્માનું સ્વમાં રમવું, અને સર્વ પરવસ્તુ સાથેના જોડાણથી છૂટવું. ક્રમે ક્રમે વિકાસ કરતાં કરતાં જીવ આવા ઉત્તમ ચારિત્રને મેળવી શકે છે. મન, વચન અને કાયાની એકતારૂપ ચારિત્ર જીવ શુક્લધ્યાનમાં જતો થાય ત્યારે તેને પ્રાપ્ત થાય છે. એ વખતે બને છે એવું કે જીવના રુચક પ્રદેશોને પૂર્વ દિશામાંથી નિહાળવામાં આવે તો તેમાંથી શ્રીની આકૃતિ નિર્માણ થાય છે. આવી આકૃતિ જીવ શુક્લધ્યાનમાં જાય ત્યારે ઉત્પન્ન થાય છે, અને તે જીવ જેમ જેમ વિશેષ કાળ માટે શુધ્યાનમાં રહે તેમ તેમ તે આકૃતિ લાંબા સમય માટે રહે છે, અને સર્વજ્ઞ પ્રભુને કેવળજ્ઞાન થયા પછી સતત રહે છે. આથી શ્રી એટલે ચારિત્ર એવો અર્થ પ્રચલિત છે, ચારિત્ર એ આત્માને માટે લક્ષ્મીરૂપ – ધનરૂપ હોવાથી શ્રી એટલે લક્ષ્મી એવો અર્થ પણ પ્રચલિત થયેલો છે. તેથી વ્યવહારમાં પણ શ્રીયુક્ત એટલે ચારિત્ર તથા લક્ષ્મી સહિત એમ ગણતરી કરાય છે.
સ્વસ્તિક, ઓમ અને શ્રી એ ત્રણે કુંભમાં મૂકાયા છે, તે ત્રણેનો સંગમ એ બતાવે છે કે આવનાર બાળક જ્ઞાન, દર્શન તથા ચારિત્રનો ધર્તા બની જ્ઞાનની લહાણી કરશે. કુંભમાં નીચેના ભાગમાં કમળની આકૃતિ કોતરાયેલી હોય છે. આ કમળને ૧૦૦૮ પાંખડી હોય છે, તેનાથી નક્કી થાય છે કે શ્રી પ્રભુ ૧૦૦૮ ઉત્તમ લક્ષણો ધરાવનાર બની આ સંસારમાં જળકમળવત્ રહેવાના છે.
દશમું સ્વપ્ન – પદ્મ સરોવર સામાન્યપણે શ્રી પ્રભુનાં માતા જ્ઞાનકુંભનાં દર્શન કર્યા પછી, ભરપૂર ખીલેલાં કમળવાળા, નીલા રંગનાં પાણીથી શોભતા વિશાળ સરોવરનાં દર્શન કરે છે. આ દર્શનથી માતાને ખૂબ જ શાંતિ તથા આનંદની પ્રાપ્તિ થાય છે. આ પદ્મ સરોવર આ સૃષ્ટિના રમણીય અને શાતાકારી વિભાગ દેવલોકનું પ્રતિનિધિત્વ ધરાવે છે. જેમ કોઈ