________________
શ્રી અરિહંતનો મહિમા
પથિક મુસાફરીના પરિશ્રમથી અને તાપથી પીડાયા પછી, જો સુંદર સરોવરના કિનારે પહોંચે છે તો ત્યાંના શીતળતાથી લહેરાતા સમીરથી અને તળાવનાં સૌંદર્યપાનથી તે પથિક થાકથી નિવૃત્ત થાય છે અને આગળની સફર કરવા માટે શક્તિ મેળવી લે છે, તે જ પ્રમાણે સંસારની માઠી ગતિના અનેકવિધ પરિતાપોથી થાકેલો જીવ, પોતે કરેલી શુભ પ્રવૃત્તિના ઉદયના કારણે દેવલોકરૂપ સરોવર પાસે આવે છે ત્યારે ત્યાંના શાતાવેદનીયના ઉદયથી તે પોતાનો શ્રમ ઘટાડે છે, સંસારના પરિતાપોને ભૂલી જાય છે. અને નવાં પરિભ્રમણ માટે શ્રમ લેવા શક્તિ મેળવે છે. આ રીતે દેવલોક એ સુંદર સરોવર સમાન છે, અને નીલું પાણી એ ભૌતિક સુખોનું સામ્રાજ્ય બતાવે છે.
પાણીથી ભરપૂર સરોવરમાં અનેક કમળો ખીલેલાં હોય છે, તે બધાં કમળો દેવોનાં પ્રતિક છે. આ કમળો એવા દેવોના પ્રતિક છે કે જે દેવો ભાવિમાં કમળની જેમ નિર્લેપ બની સંસારમાં રહેવાના છે, એટલે કે તેઓ પોતાની આત્મદશા ઊંચી કરી કેવળલક્ષ્મીને વરવા તત્પર બનવાના છે. આ સરોવરમાંના કમળની સંખ્યા, તીર્થપતિથી જેટલા દેવો બૂઝવાના હોય તેટલી હોય છે. તેમાં જેટલાં કમળ અર્થાત્ પદ્મ પૂર્ણતાએ ખીલેલાં હોય તેઓ તે પછીના મનુષ્ય જન્મમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી એકાવનારી બનનાર હોય છે. બાકીનાં અર્ધ ખીલેલાં કમળોની સંખ્યા જેટલા દેવો ભવાંતરે કેવળલક્ષ્મીને વરનાર હોય છે, તેટલી હોય છે.
આ પદ્મસરોવરથી એ સૂચવાય છે કે ભરપૂર શાતાના ઉદયો વચ્ચે રહેતા દેવોને પણ મોક્ષમાર્ગમાં તીર્થંકર પ્રભુ દોરી શકે છે એવી તેમની મહત્તા છે. આવો પ્રભુનો અદ્ભુત મહિમા સ્પષ્ટ થાય છે. ભાવિમાં પૂર્ણ થનારા દેવો, પ્રભુની દેશના વખતે સમવસરણાદિ અતિશયો પ્રગટ કરી પ્રભુનો ઉત્તમ મહિમા જગતજીવોને સમજાવે છે.
અગ્યારમું સ્વપ્ન – ક્ષીર સમુદ્ર સંસારને સમુદ્રની ઉપમા આપવામાં આવે છે. સંસાર એ સમુદ્ર જેવો વિશાળ છે. તેમાં ઉછળતાં મોજાંની જેમ અનેકાનેક આપત્તિઓ સંસારમાં આવતી રહે છે. આપત્તિરૂપ
૫૩