________________
શ્રી અરિહંતનો મહિમા
લંબત્રિકોણાકારની હોય છે. ત્રિકોણની ત્રણ બાજુ જ્ઞાન, દર્શન અને ચારિત્ર, અને તેની દાંડી અથવા સ્થંભ તે જ્ઞાન, દર્શન તથા ચારિત્રયુક્ત જીવ. ધર્મનું યથાર્થ નિરૂપણ કરવા માટે આત્માની અંતરંગ કક્ષા ઘણી ઊંચી હોવી જરૂરી છે, જેટલી દશાની અપૂર્ણતા તેટલી ધર્મની પ્રભાવનામાં કચાશ આવવાની સંભાવના છે. પ્રભુનાં માતાને જે ધર્મધજાનાં દર્શન થાય છે, તે એમ સૂચવે છે કે આવનાર બાળક જ્ઞાન, દર્શન ચારિત્રથી પૂર્ણ બની ધર્મને ટેકારૂપ બનશે, અને જ્યાં જ્યાં તે વિચરશે ત્યાં ત્યાં તેના થકી મંદિર જેવી પવિત્રતા સ્થપાતી જશે. ફરકતી ધજા એ પ્રભુનો વિહાર સૂચવે છે. આ પ્રકારે આ સ્વપ્ન પ્રભુનાં ઉત્તમ ભાવિનું સૂચન કરે છે.
નવમું સ્વપ્ન જ્ઞાનકુંભ
ઉપરથી સાંકડો દેખાતો અને નીચેથી પહોળો દેખાતો એવો કળશના આકારનો કુંભ માતા સ્વપ્નમાં જુએ છે. આવા કુંભને જો ઉપરથી જોવામાં આવે તો તેમાં કેટલું પ્રવાહી ભરેલું છે તેનો સાચો અંદાજ આવી શકતો નથી. આ પરથી શ્રી તીર્થંકર પ્રભુનાં જ્ઞાનનાં ઊંડાણની સમજણ આપણને મળે છે. શ્રી પ્રભુને ગર્ભમાંથી અને જન્મતાંની સાથે જ જ્ઞાનનો ઘણો ઉઘાડ હોય છે, પરંતુ તેનો અંદાજ તેમના પોતાના સિવાય અન્યને બહુ આવતો નથી. આ કુંભદર્શનનો ભાવાર્થ એ છે કે માતાને ત્યાં જ્ઞાનથી ભરપૂર એવા બાળકનો જન્મ થવાનો છે. અમૃતથી ભરેલા કુંભથી એ સૂચવાય છે કે પ્રભુનું જ્ઞાન અમૃતરૂપે પરિણમવાનું છે. એમનાં જ્ઞાનનું જે જીવ સહ્રદયતાથી પાન કરશે તેનાં અનાદિકાળથી ચાલ્યા આવતાં રાગ, દ્વેષ અને અજ્ઞાન ટળી જશે.
આ કુંભને ફરતા સ્વસ્તિક, ઓમ અને શ્રી એ ત્રણ પ્રતિકો મુખ્યતાએ હોય છે. તે ત્રણે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પ્રતિનિધિત્વ ધરાવે છે. સ્વસ્તિક પ્રભુથી ચારે દિશામાં થતું મંગળ ધર્મપ્રવર્તન બતાવે છે. ચારે તરફ ધર્મપ્રવર્તન કરવા માટે જ્ઞાનની સૌથી વિશેષ જરૂરિયાત રહે છે એ અપેક્ષાએ સ્વસ્તિક એ જ્ઞાનનું પ્રતિક બને છે. ૐ એ પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિનિધિત્વ કરે છે, અને શુધ્ધ આચારની સમજણ, સાચી દષ્ટિ એમની પાસેથી મળે છે તેથી ૐ દર્શનગુણનું પ્રતિક બને છે. શ્રી તીર્થંકર
૫૧