________________
કેવળી પ્રભુનો સાથ
મંત્રસ્મરણની સહાયથી એ જથ્થાની ઝડપથી નિર્જરા કરે છે. આ રીતે કર્મભારથી હળવો થતાં ફરીથી જલદીથી ધ્યાનમાં જઈ કર્મનો સિઘાત કરે છે. તેના અનુસંધાનમાં સ્થિતિઘાત કરી કર્મનો જથ્થો ક્ષીણ કરે છે. આ પ્રક્રિયાનો વારંવાર પ્રયોગ કરી જીવ આગળ વધતો જાય છે. તેમ છતાં આ ગુણસ્થાનો પર રસ તથા સ્થિતિ (જથ્થો) બંને સાથે ક્ષીણ કરી શકવાની શક્તિ તેનામાં હોતી નથી, તેને એનું વીર્ય એ કાર્ય માટે અપૂરતું થાય છે, તેથી જીવ રસ તથા જથ્થો તોડવાનું કાર્ય એક પછી એક કરીને કરે છે. અને એમ કરવામાં તે વધારે સમયનો વપરાશ કરે છે.
આ પ્રક્રિયાનો જો આપણે સૂમતાએ વિચાર કરીએ તો આપણને સમજાય છે કે શરૂઆતના કાળમાં જીવ સ્પૃહા અને નિસ્પૃહતા અર્થાત્ ધર્મ અને તપ બંને એક સરખા વીર્યથી એક જ સમયે કરી શકતો નથી, તેનાં વીર્યમાં એ જાતની નબળાઈ રહેલી હોય છે. વળી, નષ્ટ ન થયું હોય તેવું મિથ્યાત્વ – ભલે સત્તાગત હોય તો પણ તેને નડતું હોય છે. તેથી મિથ્યાત્વને તોડવાની તેની સ્પૃહા ખૂબ જ તીવ્ર હોવી ઘટે છે, આમ થાય તો જ તેનાથી ઉત્પન્ન થતી ઉગ્ર ગરમીમાં એ મિથ્યાત્વની ચિકાશ ઓગળે છે. આ સ્પૃહા તેના આત્માનાં વીર્યને એટલું બધું વાપરી નાખે છે કે તે જીવમાં તપ માટે અર્થાત્ કર્મના જથ્થાને તોડવા માટે પૂરતું વીર્ય બચતું નથી. તેથી જીવે નવું વીર્ય ઉત્પન્ન કરી જથ્થો તોડવાનું કાર્ય કરવું પડે છે. આમ વીર્યની અધુરપને કારણે જીવે રસ તથા જથ્થો તોડવાનું કાર્ય વારાફરતી કરવું પડે છે.
જીવને જો ક્ષાયિક સમકિત થયું હોય તો, તે ધારે તો આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનું આરાધન એટલે કે ઉત્તમ પ્રતિ સ્પૃહા અને નબળા પ્રતિ નિસ્પૃહતા બંને એકસાથે કરી શકે છે. બીજી રીતે કહીએ તો જીવ એક સરખા જોરથી કર્મના રસ તથા જથ્થો ધ્યાનમાં હોય ત્યારે તોડી શકે છે. આ પુરુષાર્થથી તેને એ ફાયદો થાય છે કે તેના અપ્રત્યાખ્યાની મોહને તે અંતર્મુહૂર્તકાળમાં પ્રત્યાખ્યાની મોહમાં પલટાવે છે; પ્રત્યાખ્યાની મોહને તે અંતર્મુહૂર્તમાં સંજ્વલન રાગ તથા સંજ્વલન વૈષમાં વિભાજિત કરે છે, તે પછીથી તે સંજ્વલન રાગ તથા વૈષને સંજવલન માયા અને લોભમાં તથા સંજ્વલન ક્રોધ તથા માનમાં રૂપાંતરિત કરે છે. આના ફળરૂપે તે જીવ
૩૯૦