________________
આણાએ ધમ્મો, આણાએ તવો
ઘણા ટૂંકા ગાળામાં વીતરાગીદશાનો અનુભવ કરી શકે છે. આ જાતની પ્રક્રિયા કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર તેમનાં જીવનમાં ક્ષાયિક સમકિત લીધા પછી ઘણા મોટા પ્રમાણમાં કરી હતી.
આ પ્રક્રિયા સમજવાથી જીવ ક્યા પ્રકારનાં વીર્યના ઉપયોગથી ક્ષપક શ્રેણિમાં જાય છે અથવા તો ક્યા પ્રકારનાં વીર્યના ઉપયોગથી અથવા વીર્યની ખામીને કારણે તે ઉપશમ શ્રેણિમાં જાય છે તેની સમજણ આવે છે. જીવ જ્યારે સાતમા ગુણસ્થાને હોય ત્યારે જો તે જીવ આઠમા ગુણસ્થાનની સ્પૃહા અને સાતમાં ગુણસ્થાનની નિસ્પૃહતા વેદે છે તો તે જીવ આઠમા ગુણસ્થાનનાં કર્મોનો રસ અને સાતમા ગુણસ્થાનનો જથ્થો એક સાથે તોડી શકે છે. વળી, તે અતિ સૂક્ષ્મ રીતે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનું આરાધન કરી આઠમા ગુણસ્થાને આવે છે ત્યારે નવમાં ગુણસ્થાનનાં કર્મોનો રસ અને આઠમા ગુણસ્થાનનો જથ્થો એક સાથે તોડે છે. આ પ્રકારે પ્રક્રિયા કરી જીવ નવ, દશ, બાર અને તેર ગુણસ્થાન સુધી ક્ષપક શ્રેણિએ વિકાસ કરી પૂર્ણતા પ્રાપ્ત કરે છે. જે જીવ સ્થિતિ – રસ અને જથ્થો વારાફરતી તોડે છે તે ઉપશમ શ્રેણિએ ચડી અગ્યારમા ગુણસ્થાને જઈ ત્યાંથી પાછો ફરે છે.
આ પરથી આપણને સમજાય છે કે જીવ પ્રાર્થના, ક્ષમાપના, સ્મરણ અને ધ્યાનના આરાધનથી શ્રેણિનો આખો વિકાસ કરી પૂર્ણતા મેળવે છે. આ બધાનો સમગ્ર રીતે વિચાર કરતાં નક્કી થાય છે કે આજ્ઞાનું આરાધન કરવું એ ભવ્ય માર્ગ છે, ટૂંકામાં ટૂંકો માર્ગ છે. આ માર્ગના પ્રણેતા છે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત. લોકનાં સર્વ જીવો નાનામાં નાના ગાળે મોક્ષનાં સુખને પામે એવા મૂળભૂત ભાવના આધારે આ માર્ગ રચાયો છે. તેથી આપણે કહી શકીએ કે –
“આજ્ઞા એ સર્વોત્કૃષ્ટ ધર્મ છે, અને ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે.”
આવા ઉત્તમ આજ્ઞાના માર્ગનો આધાર લઈ જે જીવો આત્મવિકાસ કરે છે તેમનામાં કેટલાક ગુણો વિશેષતાએ ખીલે છે. ઉદાહરણથી વિચારીએ.
૩૯૧