________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તે શાંતિની શોધમાં અટવાઈને મુંઝાઈ જાય છે. આ મુંઝવણનાં વેદન વખતે એ જીવને આજ્ઞારૂપી માર્ગનો અને પોતાનાં પૂર્વ સંચિત કરેલા પરમાર્થપુણ્યનો સંયોગ થતાં ગાઢ ઋણાનુબંધી સદ્ગુરુનો સંપર્ક થાય છે. ત્યારથી તેને સગુનાં વચનોનું શ્રવણ કરવાનો લાભ મળે છે, તેમનાં અમૂલ્ય વચનોમાં તેને શ્રદ્ધા આવે છે, અને જે શાંતિની ઝંખના પોતાને પૂર્વકાળમાં થતી હતી, એ શાંતિની પ્રાપ્તિ આ સંગુરુ દ્વારા, તેમનાં શરણમાં રહેવાથી થશે, એવો અસ્પષ્ટ આંતરધ્વનિ તેના આત્મામાં જાગે છે. આવો દિવ્યધ્વનિ મળવાથી એનાં શ્રદ્ધા તથા પુરુષાર્થ બળવાન થતાં જાય છે. આ રીતે તેની ધર્મ પ્રતિની સ્પૃહા વધવાથી તેનામાં આજ્ઞારૂપી ધર્મનો પ્રવેશ થાય છે. તેની સાથે સાથે તેને સંસારના નકારની શરૂઆત થાય છે. પરિણામે તેનામાં સંસારનાં ક્ષણિક સુખ માટે નિસ્પૃહતા આવતી જાય છે. આ નિસ્પૃહતા તેનામાં આજ્ઞારૂપી ધર્મનાં કારણે આવે છે. તે પરથી આપણે કહી શકીએ કે, આણાએ ધમ્મો, આણાએ તવો' નો એવો અર્થ છે કે જેમ જેમ આજ્ઞાના માર્ગમાં ધર્મની સ્પૃહા વધતી જાય છે તેમ તેમ આજ્ઞારૂપી ધર્મ તેને સંસારના ભૌતિક પદાર્થો માટે નિસ્પૃહતા ભણી દોરી જાય છે, એટલે કે તે આજ્ઞારૂપી તપનો અનુભવ કરે છે.
આ સિદ્ધાંતને અનુસરી, જીવનાં નિત્યનિગોદમાં એક પછી એક એમ આઠ રુચક પ્રદેશો થાય છે. સંજ્ઞી પંચેન્દ્રિયરૂપે તેને અંતવૃત્તિસ્પર્શ થાય છે, કેવળીગમ્ય પ્રદેશો મળે છે, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક સમકિત મળે છે, છઠું, સાતમું ગુણસ્થાન, ક્ષપક શ્રેણિ, અને તેરમું ગુણસ્થાન ઉપલબ્ધ થાય છે. એ જ કારણે આત્મા ચૌદમું ગુણસ્થાન પણ મેળવે છે અને તેને માટે સિદ્ધભૂમિમાં અનંતકાળ સુધી સ્વરૂપમાં રહેવું શક્ય બને છે.
જીવ જ્યારે ધર્મધ્યાનની શૂન્યતામાં હોય છે ત્યારે તે મુખ્યતાએ કર્મનો રસ - અનુભાગ ઘટાડે છે. એ વખતે તે કર્મપરમાણુઓના જથ્થાને તોડતો નથી, પણ ધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી તે જથ્થાને ઝડપથી નિર્જરાવી શકાય એ પ્રકારનો કરે છે. આથી તે જ્યારે ધ્યાનમાંથી બહાર આવે છે ત્યારે પ્રાર્થના, ક્ષમાપના અને
૩૮૯