________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
પામવું ખૂબ દુર્લભ છે કેમકે સત્પરુષની કૃપા વિના એ શક્ય થતું નથી. ત્રસ કાયમાં પણ બે, ત્રણ, ચાર ઇન્દ્રિયો સુધીનો વિકાસ પામવો ઉત્તરોત્તર દુર્લભ થતો જાય છે, કારણ કે સપુરુષનો યોગ, કૃપા અને શુભ સ્વપરિણતિનો મેળ કઠણ કઠણ થતો જાય છે. ઘણીવાર જીવ ત્યાંથી નીકળી સંજ્ઞીપંચેન્દ્રિયપણું પામવાને બદલે વિકલત્રયમાંથી પાછો સ્થાવરકાય થાય છે અને ફરીથી ઘણા કાળ સુધી તે ગતિ ભોગવે છે. આથી પંચેન્દ્રિયપણું પામવું અતિશય દુર્લભ છે.
ઘણાં કાળનાં પરિભણ પછી વિકલત્રયમાંથી નીકળી પંચેન્દ્રિય થાય તો પણ અસંજ્ઞીપણું જતું નથી, ત્યાં તે સ્વપરનો ભેદ જાણતો નથી. કદાચિત્ સપુરુષની કૃપાથી સંજ્ઞી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે તો તે તિર્યંચ થાય છે. શરૂઆતમાં ઘુવડ, સર્પ, સિંહ આદિ હિંસક યોનિ મળે છે. આવા ક્રૂર તિર્યંચો અશુભ લેશ્યા અને અશુભ પરિણામને કારણે મહાભયંકર અને મહા દુ:ખદાયક એવા નરકમાં દેહ ધારણ કરે છે. એ નરકમાંથી નીકળી ફરી તિર્યંચગતિમાં ઉપજે છે, ત્યાં પણ પાપરૂપ થાય તેવાં અનંત દુ:ખો જીવ વિશેષતા પૂર્વક સહન કરે છે. તિર્યંચમાંથી નીકળી મનુષ્યગતિ પામવી અતિ દુર્લભ છે. વળી સપુરુષ કૃપાએ આવો દુર્લભ મનુષ્યદેહ પામીને પણ મિથ્યાદષ્ટિ બની અનેક પાપ ઉપજાવે છે.
કદાચિતું મનુષ્ય થાય તો તે સ્વેચ્છખંડ આદિમાં અથવા મિથ્યાષ્ટિઓની સંગતિમાં ઉપજી અનેક પાપ ઉપજાવે છે. પ્રભુકૃપાએ મનુષ્ય પર્યાય પામી કદાચિત આર્યખંડમાં જન્મ પામે તો ત્યાં ઉચ્ચ કૂળ પામવું દુર્લભ છે. ક્યારેક ઉચ્ચકૂળ મળી જાય તો ત્યાં ધનહીન દરિદ્રી થઈ સુકૃત્ય રહિત બની અનેક પ્રકારની પાપવૃત્તિમાં લીન રહે છે. વળી જો ધનવાન થાય તો ત્યાં ઇન્દ્રિયોની પરિપૂર્ણતા પામવી દુર્લભ થાય છે. કદાચિત ઇન્દ્રિયોની પૂર્ણતા આવે તો નિરોગીપણું રહેવું દુર્લભ બને છે. કદાચિત નિરોગી પણ થાય તો દીર્ધાયુ આવતું નથી. ક્યારેક દીર્ધાયુ હોય તો શીલ અને ઉત્તમ પ્રકૃતિ મળવી દુર્લભ થઈ જાય છે, જેને લીધે પાપ પ્રવૃત્તિમાં પડી જીવ નીચે ઊતરી જાય છે. ભાગ્યયોગે સારી પ્રકૃતિ અને ભદ્રિકપણું મળે તો પુરુષો અને સાધુપુરુષોની સંગતિ
૧૭૩