________________
કેવળી પ્રભુનો સાથ
લોકના સૌથી નીચેના ભાગમાં નિત્યનિગોદ છે, જ્યાં કદી પરિભ્રમણમાં આવ્યા ન હોય તેવા જીવો છે. તેથી ઉપર સાત નરક છે જે અધોલોક કહેવાય છે. તેના ઉપર મધ્યલોક છે જેમાં કર્મભૂમિ તથા અકર્મભૂમિના મનુષ્યો અને તિર્યંચો તથા વાણવ્યંતર આદિ અને જ્યોતિષિક દેવો રહે છે. ઉર્ધ્વ લોકમાં કલ્પવાસી દેવો, ગ્રેવયેકના દેવો અને અનુત્તર વિમાનવાસી દેવો વસે છે. સૌથી ઉપર આઠે કર્મથી મુક્ત થયેલા શુધ્ધ સિદ્ધાત્માઓ સિધ્ધભૂમિમાં વસે છે.
આ લોકમાં સર્વ જીવો પોતપોતાનાં કર્મે કરી ચારે ગતિમાં ભમ્યા કરે છે અને અશાતા શાતા વેદ્યા કરે છે. તેમાંથી વિરલા જીવો આ લોકનાં સ્વરૂપને સમજી, વિચારી, સાચું ગ્રહણ કરી પરિભ્રમણથી છૂટવાનો ઉપાય સ્વીકારે છે, અને છેવટે પરિભ્રમણનો અંત કરી સિધ્ધભૂમિમાં બિરાજમાન થાય છે.
લોકમાં રહેલાં છએ દ્રવ્યને યથાર્થ સમજવાં, તેમના એકબીજા સાથેના સંબંધને ઊંડાણથી વિચારવા અને એ દ્વારા જીવનું સંસાર પરિભ્રમણ, તેનાં કારણો, તેનાથી છૂટવાના ઉપાયો સમજવાં એ લોકસ્વરૂપ ભાવનામાં સમાવેશ પામે છે. આટલા વિશાળ લોકમાં જીવે ક્યાં ક્યાં કેવું કેવું પરિભ્રમણ કર્યું છે, કેવાં કષ્ટો પામ્યો છે, વગેરે જાણકારી જીવને પરિભ્રમણ કરવાનો વૈરાગ આપે છે અને સત્પરુષનાં શરણે જઈ કલ્યાણ કરવાની ભાવનાને ઉપ્ત કરે છે.
બોધદુર્લભ ભાવના જીવ અનાદિકાળથી માંડી અનંતકાળ સુધી તો નિત્ય નિગોદમાં રહે છે, અને જ્યારે એક કેવળી ભગવાન સિધ્ધ થાય ત્યારે તેમની કૃપાથી એક જીવ પૃથ્વીકાયરૂપે પરિભ્રમણ શરૂ કરે છે. ત્યાંથી પ્રત્યેક વિકાસનાં પગલે તેને સત્પરુષની સહાય જરૂરી છે. આવી વિકાસની પર્યાયો પામવી દુર્લભ છે. ત્યાં પૃથ્વીકાયાદિ સૂક્ષ્મ તથા બાદર કાયોમાં અસંખ્યાતથી અનંતકાળ જન્મમરણ કરી ત્રસપણું મેળવે છે. આ ત્રસપણું
૧૭૨