________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
થવા પરમ ઉપકારી પાંચ મહાવ્રત અને સમિતિ ગુપ્તિનો સહારો સ્વીકારે છે. જે પ્રવૃત્તિ આત્મસુખ મેળવવામાં અને ભોગવવામાં બાધાકારી છે તે પ્રવૃત્તિ ન કરવાનો નિયમ તે લે છે. આવા નિયમમાં પ્રવર્તવું તે જ સાચો સંયમ અને સાચું વ્રતપાલન. સાચા સંયમ અને વ્રતપલાનના ગ્રહણ દ્વારા તે જીવ સંવરને અપનાવે છે. અહિંસાપાલનથી આશ્રવ તૂટે છે, અને સંયમ પાલનથી સંવર વિકસે છે. તેથી નવાં કર્મો આત્મપ્રદેશો પર ચીકટવાની પ્રક્રિયા ખૂબ જ મંદ થઈ જાય છે. કર્માશ્રવની અલ્પતા જેમ વધારે તેમ આત્મશુદ્ધિ વધતી જાય છે.
નવાં કર્મો આવતાં અટકાવી સાથે જૂનાં ગ્રહણ કરેલાં કર્મોની નિર્જરા વધારવાથી આત્મશુદ્ધિ બેવડા દોરે વધે છે. તે માટે પ્રભુના જણાવ્યા પ્રમાણે તારૂપ ધર્મ ખૂબ ઉપકારી છે. તેની સમજણ લેવા માટે લોકસ્વરૂપ, ધર્મદુર્લભ અને બોધદુર્લભ એ ત્રણ ભાવના તથા તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય એ ચાર ધર્મની ઉપકારીતા ઘણી જ છે.
લોકસ્વરૂપ ભાવના કમર પર બેઉ હાથ રાખી, પગ પહોળા કરી કોઈ પુરુષ ઊભો રહે તેવી આકૃતિએ આ લોક છે. તે ચોદ રાજલોક પ્રમાણ છે. આ લોકમાં જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ છ દ્રવ્યો રહેલાં છે. જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાશ એ સર્વ અસંખ્યાત પ્રદેશ છે અને એક જ અવગાહનામાં રહેલાં છે. આકાશ અનંત પ્રદેશ છે, તેના બે વિભાગ છે. લોકાકાશ અસંખ્યાતપ્રદેશી છે અને તે અન્ય દ્રવ્યોને રહેવાની અવગાહના આપે છે. અલોકાકાશ લોકની બહારના ભાગમાં છે, અને બંને મળીને અનંત પ્રદેશી બને છે. પુદ્ગલ પરમાણુઓ અનંતાનંત છે અને જીવો પણ અનંતાઅનંત છે. કાળને અસ્તિકાય નથી, કેમકે તેનાં પરમાણુઓ એક પછી એક ઉદયમાં આવીને સમયે સમયે ખરે છે. એક સાથે તેનું અસ્તિત્વ અન્ય દ્રવ્યની જેમ ઉદયમાં રહેતું નથી. આ લોકને આદિ કે અંત નથી, તે અનંતકાળ પહેલાં હતો અને અનંતકાળ પછી પણ રહેવાનો છે.
૧૭૧