________________
કેવળી પ્રભુનો સાથ
મનથી પરિતાપ ઉપજાવવાની સામગ્રી એકઠી કરવાનો વિચાર કરવો, મનથી જીવકાયા જુદા કરવાનો વિચાર કરવો. વચનથી સમરંભ, સમારંભ, આરંભ કરવો એટલે પરિતાપ ઉપજાવવાનો ભાવ વચનથી વ્યક્ત કરવો, પરિતાપ ઉપજાવવાની સામગ્રી એકઠી કરવાનો ભાવ વચનથી જણાવવો અને જીવકાયા જુદા કરવાનો અભિપ્રાય વાણી દ્વારા વ્યક્ત કરવો. કાયાથી સમરંભ, સમારંભ, આરંભ કરવો એટલે પરિતાપ ઉપજાવવા માટે કાયા પ્રવર્તાવવી, પરિતાપ ઉપજાવવાની સામગ્રી એકઠી કરવાનું કાર્ય કરવું, તથા જીવકાયા છૂટા પડે તેવી પ્રવૃત્તિ કાયાથી કરવી.
મનમાં વિભાવ જન્મે તો જ તે વચન દ્વારા વ્યક્ત થાય અને તે પછી તે કાયા દ્વારા કાર્યાન્વિત થાય. આથી મન જો વશમાં હોય તો અનેક પ્રકારનાં બંધન કરતાં જીવ અટકી જાય. તેથી પાંચ મહાવ્રતને દૃઢ કરવામાં પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિની જાળવણી ખૂબ જ ઉપકારક છે.
પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ પાળવાથી ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય પાતળા પાડવાનું કાર્ય સહેલું થઈ જાય છે. જેમ જેમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ ધર્મ પ્રગટ થતા જાય છે તેમ તેમ આ ચારે કષાયો લુપ્ત થતા જાય છે, આત્માનો સંયમ વધતો જાય છે. આ ચાર ગુણોની પ્રાપ્તિ ચાર કષાયને શાંત કરે છે તે શરૂઆતમાં આપણે વિચાર્યું છે તેથી પુનરાવર્તનની જરૂર નથી.
અહિંસારૂપ ધર્મ મંગલ છે તે ક્ષમા, માર્દવ, આર્જવ અને શોચધર્મ પ્રગટતાં અહિંસા પ્રગટે છે અને કેવી રીતે કલ્યાણ થાય છે તે સમજ્યા. એ જ રીતે સત્ય અને સંયમની વિચારણા કરી સંયમરૂપ ધર્મ કેવી રીતે કલ્યાણકારી છે – આત્માને પરિભ્રમણ અને પરિભ્રમણનાં કષ્ટોથી કેવી રીતે બચાવે છે, સ્વમાં નિષ્પન્ન થતું સુખ કેવી રીતે અનુભવાવે છે તે સમજાય છે.
અહિંસા પાલનથી જીવ વિભાવભરી સંસારી પ્રવૃત્તિથી વિરમે છે, સાથે સાથે આત્મા નવાં નવાં કર્મમાં જકડાય નહિ તે માટેનો પુરુષાર્થ કરવાની ભાવથી શરૂઆત કરે છે. આમ અહિંસાના આચરણ દ્વારા જીવ આશ્રવને તોડે છે. તેમાં વિશેષ સફળ
૧૭)