________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સાધનો તેને માટે દુ:ખનાં નિમિત્ત પુરવાર થાય છે. આમ થવાનું કારણ એ સમજાય છે કે સંસારી પૌગલિક સાધનો એ સર્વ પરવસ્તુ છે. પરવસ્તુ કદી પણ પોતાની થઈ શકતી નથી, એટલે તેમાંથી ક્યારેય સતત સુખની અનુભૂતિ મેળવી શકાતી નથી.
આની સરખામણીમાં આત્મિક સુખ એ સ્વાધીન છે. તે સુખ આત્મામાંથી – પોતામાંથી જ નીપજે છે. તે સુખ મેળવવા માટે જીવને ક્યારેય પરવસ્તુના અવલંબનની જરૂર પડતી નથી; એ સુખ પરવસ્તુ અને પરભાવના ત્યાગથી અને પોતામાં જ એકાગ્ર થવાથી નિષ્પન્ન થાય છે. આ સુખ જેમ જેમ વધારે મળતું જાય છે તેમ તેમ તે વધારે ને વધારે આનંદદાયક અને જીવને શાતા આપનારું અનુભવાય છે. કોઈ પણ જીવને આ સુખનો અનુભવ કરતાં થાક લાગતો નથી, અને ક્યારેય તેનો અતિરેક થતો નથી. આને લીધે એકવાર તે સુખનો અનુભવ કર્યા પછી તે સુખ વારંવાર માણવા માટે જીવની તાલાવેલી વધતી જાય છે; તેનો પુરુષાર્થ પણ વધે છે અને કાર્યસિદ્ધિ પણ થતી જાય છે. આમ કરતાં કરતાં જ્યારે આત્મા પરવસ્તુનો સંપૂર્ણ ત્યાગી થાય છે, આઠે કર્મથી સર્વથા છૂટી જાય છે, ત્યાર પછી તેને જે સ્વસુખની અનુભૂતિ રહે છે તેનો થાક અનંતકાળ પછી પણ તેને લાગતો નથી, બલ્ક તે આત્મા સતત સ્વાનુભૂતિમાં નિમગ્ન રહી, સંસારી જીવોને કલ્યાણ કરવા માટે પ્રેરણા આપ્યા કરે છે. તે આત્મા સિદ્ધ થતા પહેલાં ‘સહુ સંસારી જીવો કલ્યાણ પામો' એ ભાવના ભાવી, પોતે સર્જિત કરેલા કલ્યાણના પરમાણુઓની જગતનાં જીવોને ભેટ આપી, તેઓનું કલ્યાણ કરવામાં સાથ આપતા રહે છે.
સંસારી જીવને જ્યારે પંચપરમેષ્ટિ ભગવંત, અને તેમાંય શ્રી સિદ્ધભગવાનની સ્વસુખની સમજ આવે છે ત્યારથી તેની આત્મસુખ મેળવવાની પ્રવૃત્તિ વધતી જાય છે. સદ્ગુરુનાં યથાર્થ માર્ગદર્શનથી તે સાચી દિશામાં ઝડપી પ્રગતિ કરતો થાય છે, જેનાં કારણે તેને, તેણે પૂર્વે નિબંધન કરેલાં કર્મોની નિર્જરા ઘણી વધારે ઝડપથી થાય છે, અને નવાં કર્મોનો આશ્રવ ક્રમથી ઘણો ઘટતો જાય છે. જે તેને સ્વસુખનો સ્વાદ વારંવાર આપી શકે છે. આ રીતે સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરતા રહેવાથી તે જીવનું ધર્મમાં સ્થાપન થતું જાય છે અને તેની તપશ્ચર્યા બળવાન બનતી જાય છે.
૩૬૧