________________
કેવળી પ્રભુનો સાથ
કાર્યશક્તિ અપ્રતિમ થતી જતી હોવાને લીધે એક વ્યક્તિનું યોગદાન પણ કલ્યાણ કરવા માટે પૂરતું થઈ શકે છે. વળી, સિધ્ધ ભગવાન તો સ્વયં સંપૂર્ણ હોવાથી તેમને સમૂહની કોઈ આવશ્યકતા રહેતી નથી. આથી આ મહામંત્રનાં પહેલાં ચાર ચરણ ‘એક’ આત્માને અનુલક્ષીને રચાયાં છે, અને પાંચમું ચરણ સમગ્ર સમૂહને અનુલક્ષીને રચાયું છે તેની સમજૂતી આપણને મળી રહે છે. આ મંત્રના પહેલાં ચાર ચરણ છે – નમો અરિહંતાણ, નમો સિદ્ધાણે, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં જેમાં એક વચન વપરાયેલ છે ત્યારે પાંચમાં ચરણમાં નમો લોએ સવ્વ સાહૂણં એમ બહુવચન મૂકાયેલું છે. | સર્વ ગુણાનુરાગી સાધુસાધ્વી પોતાના ગુરુની આજ્ઞાનું આરાધન કરી, આત્મામાં સ્થિર રહી આત્મધર્મનું પાલન કરે છે. સાથે સાથે એ જ આજ્ઞાના આરાધન દ્વારા સ્વચ્છંદના ત્યાગરૂપ મોટું તપ પણ આચરે છે. ગુરુજી શિષ્યોને આજ્ઞાપાલનનું મહત્ત્વ તથા તેના ફાયદાનો અનુભવ કરાવી તેમને સંસારની સ્પૃહાથી બચાવતા જાય છે. ગુરુજી આત્મિક સુખ અને સાંસારિક સુખનો મૂળભૂત તફાવત એવી સ્પષ્ટતાથી સમજાવે છે કે તેને લીધે શિષ્યોની ઘણીખરી સંસારી સ્પૃહા ક્ષીણ થતી જાય છે. આવા સાધુસાધ્વીરૂપ શિષ્યો શ્રાવક તથા શ્રાવિકારૂપ તેમના શિષ્યોને આ ભેદ સમજાવી ધર્મ સન્મુખ કરતા જાય છે.
તેઓ સમજાવે છે કે અનાદિકાળથી જીવ આ સંસારમાં સુખની શોધમાં રખડતો રહ્યો છે, પુરુષાર્થ કરતો રહ્યો છે, પણ હજુ સુધી તેને સાચા સુખની પ્રાપ્તિ થઈ નથી. તેને તો જે કંઈ મળ્યું છે તે સંસારી શાતાનાં નિમિત્તો છે. જેમકે દેહ, ધન, વૈભવ, કુટુંબ, સત્તા, કીર્તિ, આહાર આદિથી જીવને સુખ મળતું જણાય છે, પણ તે સાચું સુખ નથી. આ પ્રત્યેક સુખની પાછળ દુ:ખ રહેલું જણાય છે, કેમકે એ સર્વ જણાતાં સુખો ક્ષણિક છે. સંસારના કોઈ પણ પદાર્થમાંથી કાયમી સુખ ક્યારેય મળતું નથી. પુણ્ય પરવારતાં તે શાતારૂપ સુખનો નાશ થઈ જાય છે. વળી જીવ જ્યારે એ શાતા કે સુખ ભોગવવાની શરૂઆત કરે છે ત્યારે તેને તેમાંથી ખૂબ આનંદ અનુભવાય છે; પણ જેમ જેમ એ સુખ મેળવવાની પ્રવૃત્તિનો કાળ લંબાતો જાય છે તેમ તેમ તેમાંથી નિષ્પન્ન થતા આનંદની માત્રા ઘટતી જાય છે અને ક્યારેક તો એવો સમય પણ આવે છે કે એ જ સુખનાં
૩૬૦