________________
કેવળી પ્રભુનો સાથ
મન, વચન તથા કાયાથી અને આત્માના પ્રદેશે પ્રદેશથી વંદન કરે છે. મારામાં શક્તિ આવે કે ન આવે, પણ મને સદાય તમારી આજ્ઞામાં જ રાખજો. આ લોકમાં મને બીજી કોઈ પણ ઇચ્છા નથી. પારમાર્થિક પુરુષાર્થ હો કે સંસારની ઉદયગત પ્રવૃત્તિ હો, પણ મને સતત તમારી આજ્ઞામાં જ રાખજો.' “પ્રભુ આજ્ઞા! પ્રભુ આજ્ઞા! પ્રભુ આજ્ઞામાં જ સતત રહેવું છે.”
“હે પ્રભુ! આ વિનંતિ કરવામાં મારાથી જો કંઈ ભૂલ થઈ હોય તો, મને અજ્ઞાન, અબૂઝ, અણસમજુ જીવ સમજીને, તમારું નાનું બાળક સમજીને માફ કરશો. પરંતુ એકેય સમય એવો આવવા દેશો નહિ કે જેથી હું તમારી આજ્ઞાની બહાર ચાલ્યો જાઉં. સંસાર ભજવાના આરંભકાળથી શરૂ કરી,
આ ક્ષણ પર્યંતમાં ઉપાર્જન કરેલાં સર્વ પુણ્ય કર્મનો તમારી આજ્ઞામાં રહેવા માટે ઉપયોગ કરાવજો. આ લોકનાં કોઈ પણ ક્ષેત્રમાં મારો આત્મા હો, પણ મારે તો તમારી આજ્ઞામાં જ રહેવું છે. ક્યારેય આજ્ઞા બહાર જવું નથી કે આજ્ઞાવિરુદ્ધ વર્તવું નથી. આ લોકમાં કંઇ પણ મારું નથી, હું કોઈનો નથી. બસ! એક જ ભાવ છે કે તમારી આજ્ઞા એ હું છું, અને હું એ તમારી આજ્ઞા છું. જે આજ્ઞાથી આ આત્માની શરૂઆત થાય છે તે જ આજ્ઞાથી આ આત્માનાં સંસારના પરિભ્રમણનો અંત થાય છે. તમારી આજ્ઞામાં રહેવું એ મારું સર્વસ્વ છે.”
શ્રી કૃપાળુદેવનાં જીવનમાં આજ્ઞાપાલન
આપણે બધાં જાણીએ છીએ કે કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રે માત્ર તેંત્રીસ વર્ષનાં નાનાં આયુષ્યમાં, અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી, તેમાંથી માર્ગ કાઢીને ઘણો ઘણો આત્મવિકાસ સાધ્યો હતો. એમના આવા વિરલ જીવનનો અભ્યાસ કરવાથી આપણને સમજાય છે કે ધર્મનાં ક્યા અંગે તેમના આવા વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. બાળવયથી જ તેમનામાં કેટલીયે વિશિષ્ટ શક્તિઓ ખીલી હતી. વળી, જેમ જેમ તેમનાં જીવનમાં ધર્મનો ઝોક વધતો ગયો, તેમ તેમ તેમનામાં આત્મિક
૩૯૬