________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તે મનુષ્ય આવા સપુરુષો માટે અત્યંત ભક્તિભાવ તથા અહોભાવનું બળવાન વેદન કરે છે.” આત્માનું મહાભ્ય કેવું અદ્ભુત છે! એકેંદ્રિયપણામાં પણ તે પોતાનું ચેતનત્વ ગુમાવતો નથી, અને ત્યાંથી વિકાસ કરતો કરતો તે છેવટે કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવી લોકનો નાથ થાય છે. કર્મનાં અતિ બળવાન પરમાણુઓ પણ આત્માનું લોકના નાથ થવાનું સામર્થ્ય છીનવી શકતાં નથી. માટે હે આત્મનું! તું તારા શ્રમણપણામાં, મુનિપણામાં સદાયને માટે રહે. તું એક સમય માટે પણ પ્રભુની આજ્ઞા વિરુધ્ધ વર્તીશ નહિ. કર્મનાં જે પરમાણુઓ ઉદયમાં છે તેને તું સમભાવથી વેદ, કારણ કે એ કર્મનાં પરમાણુઓ તારું સામર્થ્ય વિલીન કરવા ક્યારેય શક્તિશાળી નહિ થઈ શકે. માટે તે આત્મા! તું તારું વીર્ય પ્રગટાવ. વીર્ય પ્રગટાવવા માટે તું ભાવ કર કે, હું સદાય કેવળ પ્રભુના સાથમાં રહું. એમનો સાથ મને સમયે સમયે વધતો જ જાય અને પ્રત્યેક સમયે હું શ્રી પ્રભુની આજ્ઞા વધારે શુધ્ધતાથી પાળી શકું એવી પાત્રતા મને પ્રાપ્ત થાઓ. વળી, હે પ્રભુ! તમારા જેવું ચારિત્ર હું મારામાં શુધ્ધતા સાથે કેળવી શકું એવી શક્તિ હું તમારી પાસે માગું છું. આ શક્તિ માગવા સાથે હું આપને વિનંતિ કરું છું કે જો તમારી કૃપાથી મને એ શક્તિ પ્રાપ્ત થાય તો, એક સમય માટે પણ મને એ શક્તિ માટે મોહભાવ કે રાગભાવ ન થાય તેવી કૃપા તમે મારા પર કરજો. હું સદાય તમારી આજ્ઞામાં જ રહું અને તમારી આજ્ઞાથી જ હું એ શક્તિ મેળવતો જાઉં એ વિનંતી કરું છે.” “હે કેવળીપ્રભુ! તમે જે વીર્યથી ક્રોધ, માન, માયા, લોભ અને આઠે આઠ કર્મની બધી જ પ્રકૃતિઓનો નાશ કરવાનું સામર્થ્ય જે ૪૮ મિનિટમાં મેળવ્યું, તેમાં ચાર ઘાતી પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય અને બીજી ચાર અઘાતી પ્રકૃતિનો ભાવિમાં સંપૂર્ણ ક્ષય થાય એવું સામર્થ્ય તમે પ્રગટાવ્યું. તમારા આવા સામર્થ્યવાન આત્માને અને તમારા આઠે શુધ્ધ પ્રદેશોને મારો આત્મા, તેનાં
૩૯૫