________________
શ્રી અરિહંતનો મહિમા
જેથી શ્રી અરિહંત ભગવંતનો આત્મવિકાસ પ્રત્યેક પગથિયે અલૌકિક અને અપૂર્વ બનતો જાય છે. જિન નામકર્મ ઉપાર્જન કર્યા પછી તેમનો જ્ઞાનદર્શનનો ક્ષયોપશમ ઘણો વધતો જાય છે, અને આ વૃદ્ધિ તેમને અન્ય તીર્થંકર પ્રભુ પાસેથી આહારક
શરીરના માધ્યમથી થતી જાય છે તેથી બાહ્યના અવલંબનની તથા દોરવણીની તેમને ખાસ જરૂરત રહેતી નથી.
કેવળજ્ઞાન લીધા પછી તેઓ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, તીર્થને પ્રવર્તાવે છે અને મોક્ષમાર્ગનો ચોમેર ફેલાવો કરે છે. આ કલ્યાણકાર્ય તેમણે બળવાનપણે ક૨વાનું હોવાથી સર્વજ્ઞ થયા પછી તેઓ તરતમાં સિધ્ધ થતા નથી. ઉપાર્જન કરેલું જિન નામકર્મ ભોગવવાનું અને અનેક જીવોને તારવાનું કાર્ય તેમના થકી કેવળી પર્યાયમાં જ થાય છે. તેમની પૂર્ણાવસ્થાને કારણે તેમણે સ્થાપેલા તીર્થમાં કોઈ મતભેદ કે મતમતાંતર પ્રવેશી શકતાં નથી. પરિણામે તેમનાં કલ્યાણકાર્યમાં ઘણી ઘણી સુવિધા હોય છે, વળી આ કાર્યમાં તેમને ચાર જ્ઞાનના ધણી સર્વ ગણધરનો પણ અવર્ણનીય સાથ મળતો હોય છે.
શ્રી ગણધરજી પ્રભુની દેશનામાંથી દ્વાદશાંગીનું શ્રુતજ્ઞાન મેળવે છે; અને પોતાનાં ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણા સાથે વિચરી પ્રભુના ઉપદેશને સુપાત્ર મુનિઓ સુધી ફેલાવે છે. આ મુનિઓ શ્રાવક તથા શ્રાવિકા તથા અન્ય જિજ્ઞાસુ જીવોને સરળતાથી ધર્મોપદેશ કરી સન્માર્ગમાં સ્થાપે છે, અને સનાતન કલ્યાણમાર્ગનો જયજયકાર થાય એવી ધર્મપ્રભાવના કરે છે. આ સઘળું કાર્ય શ્રી તીર્થંકર વીતરાગીની પ્રેરણાથી થાય છે તે પરથી તેમનો અપરંપાર મહિમા સમજાય છે.
કોટિ કોટિ વંદન હો પ્રભુના અવર્ણનીય ઉપકારને! ૐ શાંતિઃ
૧૦૧