________________
મિથ્યાત્વ, મિશ્રમોહનીય, સમ્યકત્વમોહનીય, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ સાત મોહકર્મની પ્રકૃતિઓનો ઉપશમ થતાં ઉપશમ સમ્યક્ત ઉત્પન્ન થાય છે તથા એ સાતે મોહકર્મની પ્રકૃતિઓનો ક્ષય થતાં ક્ષાયિક-સમ્યકત્વ ઉત્પન્ન થાય છે; આ ક્ષાયિક સમ્યકત્વ કેવળજ્ઞાની વા શ્રુતકેવળીના નિકટપણામાં કર્મભૂમિના મનુષ્યને જ ઉપજે છે.
પૂર્વોકત સાત પ્રકૃતિઓમાંથી છ પ્રકૃતિઓનો ઉદય ન હોય તથા સજાતિ એટલે સમાનજાતિય પ્રકૃતિ (સમ્યકત્વ મોહનીય) ઉદયરૂપ હોય તથા સમ્યક્ કર્મપ્રકૃતિનો ઉદય થતાં ક્ષયોપશમ સમ્યકત્વ થાય છે.
– સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ધર્માનુપ્રેક્ષા (શ્લોક ૩૦૮, ૩૦૯)