________________
કેવળી પ્રભુનો સાથ
ઉપકારી થાય છે, કારણ કે સાધક જીવની પુરુષાર્થ કરવાની સમર્થતા આ સ્થિતિમાં આવતાં ઘણી વધી ગઈ હોય છે. શ્રી સત્પષ જીવને વિકાસ સાધવામાં ખૂબ મદદ કરી શકે છે કારણ કે તેમને શ્રી સર્વજ્ઞ પ્રભુ સાથે ઐક્ય થયું હોવાથી, તેઓ પ્રભુની આજ્ઞાનુસાર જ જીવોને માર્ગદર્શન આપતા હોય છે, અને તેઓ જ શ્રી સર્વજ્ઞ વીતરાગની સાચી ઓળખ જીવોને આપતા હોય છે. આમ સર્વજ્ઞ અને સામાન્ય જીવ વચ્ચેની કડી શ્રી સત્પરુષ થાય છે, જે દોરવણી છેવટે તો અરિહંત પ્રભુ પાસેથી જ આવતી હોય છે. ગુરુ શિષ્યની પેઢી છેવટે તો શ્રી તીર્થંકર પ્રભુ પાસે પૂરી થાય છે માટે. આમ છતાં જે જીવને વિકાસ કરવા માટે શ્રી અરિહંત પ્રભુની પ્રત્યક્ષ સહાય મળે છે તેને અન્ય જીવો કરતાં વિકાસ કરવા ઘણો ઓછો પરિશ્રમ કરવો પડે છે, પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓનો સીધો પ્રવાહ મળે છે માટે.
જીવને સાતમાં ગુણસ્થાન પછીનો વિકાસ કરવા માટે અર્થાતુ ક્ષેપક શ્રેણિએ જવા માટે શ્રી સર્વજ્ઞ ભગવાનના આધારની અને સહાયની જરૂર પડે જ છે. સહુ જીવ સર્વજ્ઞ પ્રભુની આજ્ઞા લઈ શ્રેણિ શરૂ કરે છે, કેમકે છદ્મસ્થ જીવને ક્ષપક શ્રેણિનો અનુભવ ન હોવાને લીધે ઉત્તમ માર્ગદર્શન આપી શકે નહિ. અરિહંત પ્રભુનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં પ્રત્યક્ષ તીર્થંકર પ્રભુની આજ્ઞાએ ક્ષપક શ્રેણિ માંડે છે, અને ભરત તથા ઐરાવત ક્ષેત્રમાં મહાવિદેહના ઋણાનુબંધી તીર્થકર પ્રભુ પાસે આહારક દેહે જઈ આજ્ઞા લઈ ક્ષપક શ્રેણિ માંડે છે. અને એ રીતે પ્રભુની આજ્ઞાનું મહાભ્ય સચવાય છે.
આ બધો આત્મિક વિકાસ કરવા તથા કરાવવા માટે શ્રી અરિહંતનું વીર્ય બીજાં જીવો કરતાં વિશેષતાએ પ્રવર્તતું હોવાથી તેમની સહાય ખૂબ જ બળવાન પૂરવાર થાય છે. આમ થવાનું એક કારણ એ છે કે શ્રી અરિહંત પ્રભુને પ્રત્યેક આત્મવિકાસના સોપાને ૐ ધ્વનિનો સથવારો મળે છે. કોઈ જાતના ભેદભાવ વિના પ્રત્યેક જીવ માટે કલ્યાણના ભાવ ખૂબ જ ચૂંટાયા હોવાથી તેમના પ્રત્યેક વિકાસનાં પગથિયે ૐ નાદ તેમનાં અંતરમાં ગાજે છે. ૐ પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિક હોવાથી એ નાદ તેમની કલ્યાણભાવનાને બલિષ્ઠ કરે છે અને તેનાથી એ ઓમનાદ વિશેષ સઘન થાય છે.
૧OO