________________
આણાએ ધમ્મો, આણાએ તવો
અલિપ્ત રહે છે. એટલે કે તેઓ પરમ શુક્લ સ્થિતિમાં, યથાખ્યાતચારિત્રમાં જ રહે છે, તેમાં રહેવાનો તેમનો પુરુષાર્થ એ તેમનું તપ છે.
જુદા જુદા કાળે અને જુદા જુદા ભેદથી સિદ્ધ થયેલા આત્માનાં જ્ઞાન, દર્શન, વેદકતા આદિ સિધ્ધભૂમિમાં પહોંચ્યા પછી સમાન જ રહે છે, તે આપણને સમજાવે છે કે તેઓ બધા આજ્ઞામાર્ગથી જ ધર્મનું પાલન સતત કરે છે. જો એમ ન હોત તો તેમનાં જ્ઞાન, દર્શન અને વેદકતામાં ફેર – તફાવત હોત.
એ જ રીતે તેઓ જે યથાખ્યાતચારિત્ર કે પૂર્ણ શુદ્ધ સ્વભાવદશા અનુભવે છે તેની પણ સમાનતા જ છે. એ સમાનતા પૂરવાર કરે છે કે સિદ્ધપ્રભુ તપ પણ આજ્ઞાથી જ કરે છે. જો આજ્ઞાની એકતાવાળું તપ ન હોય તો જુદા જુદા આત્માના પ્રત્યાઘાત જુદા જુદા જ હોય, અને સ્વરૂપાનુભૂતિ પણ અલગ હોય.
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતોમાં સિદ્ધપ્રભુનું આજ્ઞાપાલન સૌથી ઊંચું અને બળવાન છે, કેમકે તેમનાં આજ્ઞાપાલનમાં એક સમયનો પણ વિક્ષેપ હોતો નથી. આથી સિદ્ધપ્રભુ ધર્મ તથા તપનો અનુભવ એક જ સમયે કરતા રહી અવ્યાબાધ સ્થિતિમાં જ રહે છે. ધર્મથી જ્ઞાન, દર્શન અને વેદકતા આવે છે, અને તપના બળથી તેઓ સ્વરૂપમાં સ્થિર રહે છે. તેઓ આ ચારે તત્ત્વ એક જ સમયે અનુભવતા હોવાથી તેમની સ્વરૂપાનુભૂતિ અબાધિત અને કાળની મર્યાદાથી પર બને છે.
શ્રી સિદ્ધપ્રભુ પછીની કક્ષાનું બળવાન આજ્ઞાપાલન શ્રી કેવળીપ્રભુ કરે છે. તેમને મન, વચન તથા કાયાના યોગ પ્રવર્તે છે; તેથી જે સમયે યોગ સાથે એક સમયનું તેમના આત્માનું જોડાણ થાય છે, તે સમયે તેમનાં આજ્ઞાપાલનમાં મંદતા આવે છે, અને શાતાવેદનીય કર્મનાં અઢળક પરમાણુઓ તેમના આત્માના પ્રદેશો પર છવાઈ જાય છે. તે વખતે તેમનામાં મોહની ચીકાશ ન હોવાનાં કારણે તે પરમાણુઓ બીજા જ સમયે ભોગવાઈને ખરી જાય છે, જેથી તેમની સ્વરૂપસ્થિતિ અબાધિત રહે છે. આવી એક સમયની મંદતા પણ શ્રી સિદ્ધપ્રભુને આવતી નથી, તેથી તેમનું આજ્ઞાપાલન એ અપેક્ષાથી વિશેષ ઊંચી કક્ષાનું કહી શકાય.
૩૭૭