________________
કેવળી પ્રભુનો સાથ
આ પરથી આપણે તારવણી કરી શકીએ કે આત્માની શુદ્ધિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેનું આજ્ઞાપાલન પણ શુધ્ધ તથા સૂક્ષ્મતાથી થતું જાય છે. આ અપેક્ષાએ આત્માની પૂર્ણ શુદ્ધિ થાય ત્યારે તેનું આજ્ઞાપાલન પણ સંપૂર્ણ બનવું જોઈએ.
આનાથી આગળનું વિચારતાં લક્ષ આવે છે કે સર્વ સિદ્ધ ભગવાન સમાન જ છે, તેઓ સહુનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્ય એક સરખાં જ છે. એમના ગુણો પણ એકરૂપ છે. એમનાં યથાખ્યાત ચારિત્ર, પૂર્ણ શુધ્ધ સ્વભાવદશા, અવ્યાબાધ સુખ, અગુરુલઘુપણું, અરૂપીપણું, સાદિ અનંત સ્થિતિ, વગેરે એક સરખાં અને સમાન જ છે. છબસ્થ અવસ્થામાં તેમનામાં જે ભેદ પ્રવર્તતા હતા જેમકે તીર્થકરપણું, ગણધરપણું, પદવીધારીપણું, સામાન્ય મુનિપણું ઈત્યાદિ સિદ્ધ પર્યાયમાં નીકળી જાય છે. અનંતકાળ પહેલા થયેલા કે અનંતકાળ પછી થનારા સિદ્ધ પ્રભુનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સુખ, અરૂપીપણું, આદિ ગુણો સમાન જ રહેવાના છે, કોઈપણ પ્રકારનો ભેદ તેમાં ઉભવવાનો નથી. તે સાબિત કરે છે કે શ્રી સિદ્ધ ભગવાનને કાળ કે છદ્મસ્થ અવસ્થાની દશા કોઈ પ્રકારે બાધા કરી શકતાં નથી. આવું કઈ રીતે શક્ય બને છે?
આવું શક્ય બનવાનું કારણ તેમનું પૂર્ણતાએ થતું આજ્ઞાપાલન સમજાય છે. સિદ્ધભૂમિમાં બધા જ શુધ્ધાત્માઓ સમાન આજ્ઞા પૂર્ણતાએ પાળે છે; તેથી તેમને સમાન જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને વેદક્તા આદિ પ્રાપ્ત થાય છે. તેઓ પ્રત્યેક સમયે સમાન આજ્ઞામાં જ રહે છે. ત્યાં તેમને યોગ નથી, વિભાવ નથી, પુગલનો કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી કે જે તેમને આજ્ઞાપાલન કરતાં રોકી શકે. એથી આપણે કહી શકીએ કે તેઓ સતત “આણાએ ધમ્મો, આણાએ તવો” માં પ્રવર્તે છે.
શ્રી સિદ્ધ ભગવાન કેવળજ્ઞાન, કેવળદર્શન, અવ્યાબાધ સુખ અને યથાખ્યાત ચારિત્ર અર્થાત્ પૂર્ણ શુદ્ધ સ્વભાવદશા માણે છે. આમાંના પહેલા ત્રણ ગુણો એ મૂળ ગુણો છે એટલે કે એ શુધ્ધ આત્માના ધર્મ છે, અને યથાખ્યાત ચારિત્ર એ તેમનું તપ છે, કેમકે ઉપરના ગુણોનો અનુભવ કરતા કરતા સિદ્ધ પ્રભુને લોકાલોકનું જ્ઞાન તથા દર્શન થાય છે. ત્યારે તેઓ શાતા કે અશાતાનાં પરિણામમાં જતા નથી, તેના પ્રત્યાઘાતથી
3७६