________________
કેવળી પ્રભુનો સાથ
થયું) ત્યારથી ઉત્તરોત્તર ચડતી ગુણવત્તાએ કરતા રહ્યા છે, જેના ફળરૂપે તેઓ આ જન્મમાં પંચપરમેષ્ટિના સમસ્ત ગુણો સમાઈ જાય તેવા કલ્યાણના પરમાણુઓનું સર્જન કરી જગતજીવોને અણગાર ધર્મ (મુનિની ચર્યા) અને આગાર ધર્મ (ગૃહસ્થની ચર્યા) રૂપે ભેટ આપનાર છે. બે ભવ પહેલાં જે ઉત્તમ ગુણો ખીલવવાની શરૂઆત થઈ હતી, તે આ જન્મમાં પૂર્ણતા પામનાર છે, અને ઉત્તમોત્તમ કહી શકાય તેવાં કલ્યાણનાં પરમાણુઓની ભેટ જગતજીવોને તેમના થકી પ્રાપ્ત થવાની છે એવું સૂચવન આ માળાઓ કરી જાય છે. આમાં ઉપયોગમાં લેવાયેલાં મોતી દેવલોકમાં ઉત્પન્ન થયેલાં હોય છે, અને કેટલાંક મોતી ઐરાવત હાથીનાં કુંભસ્થળમાં પાકેલાં ગજમોતી હોય છે. આ મોતીઓ એવા ઉત્તમ પ્રકારનાં હોય છે કે ઘણા લાંબા ગાળા સુધી ટકે છે, અને પ્રભુથી નિરૂપાયેલો અણગાર ધર્મ તથા આગાર ધર્મ સનાતન તથા મંગલમય છે તે દર્શાવનાર પણ હોય છે.
જે ભવ્ય જીવે જિન નામકર્મ બાંધ્યા પછી દેવલોક કે નરકનો ભવ કુદાવી મનુષ્ય જન્મ મેળવ્યો હોય, તેમના માતા આ બે માળાને એકસાથે અડોઅડ રહેલી જુએ છે. અન્ય માતાઓ બંને માળાને અમુક અંતરે રહેલી જુએ છે. એ વચ્ચેનો ગાળો બે મનુષ્ય જન્મ વચ્ચેના દેવ કે નરકના આયુષ્યના કાળની ઝાંખી આપે છે.
છઠું સ્વપ્ન પૂર્ણ ચંદ્રમાં ચંદ્ર પોતાની શીતળતા અને મધુરતા ફેલાવવા માટે પ્રસિદ્ધ છે. તેનાં કિરણો શાંતિ આપનાર, ઠંડક આપનાર છતાં તેજસ્વી હોય છે. એમાં પણ ખીલેલી પૂર્ણિમાનો ચંદ્ર વિશેષ પ્રકાશિત બની અન્ય પદાર્થોને પણ પ્રકાશિત કરે છે અર્થાતુ બીજાથી જોઈ શકાય તેવા બનાવે છે. શ્રી પ્રભુનાં માતા પોતાના ભાસમાં પૂર્ણ ચંદ્રને તેની ચાંદની સાથે જુએ છે. એનો પરમાર્થ એ સમજાય છે કે આવનાર બાળક જગતજીવોને ચંદ્ર સમાન શીતળતા આપનાર થશે. ગર્ભમાં આવતાં માતાને તેના થકી શાંતિનું વેદન થાય છે, જન્મ થતાંની સાથે માતા ઉપરાંત સર્વ પરિવારને તથા પરિજનોને શાંતિનો અનુભવ થાય છે અને તે બાળક ઘાતકર્મથી નિવૃત્ત થાય ત્યારે જગત આખાને તેના
૪૮