________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
બીજાના કષાય તથા નોકષાયને ઉદીપ્ત કરવા વગેરે ચારિત્રમોહ બાંધવાના સામાન્ય આશ્રવો છે.
પંચેન્દ્રિયનો વધ, ઘણો આરંભ સમારંભ, માંસ મદિરા ભક્ષણ, રૌદ્રધ્યાન, સ્થિર વરબુદ્ધિ, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ, નીલ તથા કાપાત લેશ્યા, અસત્ય ભાષણ વગેરે નરકગતિનું આયુષ્ય બાંધવાના આશ્રવો છે. ઉન્માર્ગે ચાલવાની સલાહ, આર્તધ્યાન, શલ્યસહિતપણું, માયાકપટ, આરંભ પરિગ્રહ, શીલમાં શિથિલતા, નીલ કાપોત લેશ્યા વગેરે તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધવા માટેનાં નિમિત્તો છે. અલ્પ આરંભ પરિગ્રહ, સ્વાભાવિક કોમળતા તથા સરળતા, કાપોત અને પીત લેશ્યા, ધર્મધ્યાનનો અનુરાગ, દાન આપવું, દેવગુરુનું પૂજન, લોકસમૂહમાં મધ્યસ્થપણું એ મનુષ્ય ગતિનું આયુષ્ય બાંધવાનાં આશ્રવો છે. સરાગ સંયમ, અકામ નિર્જરા, ધર્મશ્રવણ કરવાનું શીલ, પાત્રદાન, રત્નત્રયની આરાધના, પીત અને પદ્મ લેશ્યાની મૃત્યકાળે પરિણતિ, બાલતપ, અવ્યક્ત સામાયિકપણું એ દેવગતિનું આયુષ્ય બાંધવાના કારણો છે.
મનવચનકાયાની વક્રતા, માયા આચરવી, ચિત્ત ચપળ રાખવું, ખોટી સાક્ષી પૂરવી, કોઈનાં અંગોપાંગ કપાવવા-કાપવા, ખોટાં માપ, ખોટાં તોલ અને ખોટાં ત્રાજવાં બનાવવા-વાપરવા, અન્યની નિંદા, આત્મશ્લાધા, હિંસા, અસત્ય વચન, ચોરી, અબ્રહ્મચર્ય, મોટા પરિગ્રહ રાખવા, કઠોર અને માર્મિક વચન બોલવાં, આક્રોશ કરવો, દાવાનળ સળગાવવો, તીવ્ર કષાય કરવા, ચૈત્ય, ઉપાશ્રયાદિનો નાશ કરવો વગેરે વગેરે અશુભ ક્રિયાઓ અશુભ નામકર્મના આશ્રવો છે. આનાથી વિપરીત ક્રિયા, સંસારથી ભિરુતા, પ્રમાદનો નાશ, શાંતિ આદિ ગુણો, ધાર્મિક પુરુષોનાં દર્શન કરવા, તેમનો સત્કાર કરવો એ વગેરે ક્રિયા શુભનામ બાંધવાના આશ્રવો છે.
પરનિંદા, અવજ્ઞા ને ઉપહાસ, સદ્ગણોનો લોપ, દોષોનું કથન, સ્વપ્રશંસા, પોતાના દોષોનું આચ્છાદન, જાતિ વગેરેનો મદ કરવો એ નીચ ગોત્રના આશ્રવો છે. મદરહિત થવું, મન વચન કાયાથી વિનયી થવું અને નીચ ગોત્રના કારણોથી વિપરીતતા તે ઉચ્ચ ગોત્રના આશ્રવો છે.
૧૫૫.