________________
કેવળી પ્રભુનો સાથ
દાન, લાભ, વીર્ય, ભોગ ઉપભોગમાં સકારણ કે અકારણ પ૨ને વિઘ્ન કરવું તે અંતરાય કર્મના આશ્રવો છે.
જ્યાં સુધી જીવ વિભાવભાવમાં વર્ત્યા કરે છે ત્યાં સુધી ઉપર જણાવેલાં કારણો અનુસાર આયુષ્ય વર્જિત સાત કર્મ સતત બાંધતો રહે છે, અને જીવનકાળ દરમ્યાન એક વખત આયુષ્યનો બંધ કરે છે ત્યારે એક સાથે આઠે કર્મનો બંધ કરે છે. તેવી જ રીતે તે આઠે કર્મ સતત ભોગવતો પણ રહે છે. આઠે કર્મ બાંધતાં બાંધતાં તેનું પૂર્વ કર્મ ભોગવવાને અર્થે સંસાર પરિભ્રમણ સતત ચાલ્યા કરે છે. પૂર્વે બાંધેલાં કર્મને ભોગવીને નિવૃત્ત કરવાં અને ભોગવતાં ભોગવતાં નવાં કર્મ ઉપાર્જન કરતાં જવાં એ સંસારી જીવોનો ક્રમ છે.
આ ક્રમ ત્યાં સુધી ચાલ્યા કરે છે જ્યાં સુધી જીવ સદ્ગુરુના આશ્રયે જઈ અકામ નિર્જરાને સકામ નિર્જરારૂપ બનાવી ધર્મ આરાધક થતો નથી. સાચા અર્થમાં ધર્મારાધક થતાંની સાથે જ તેનાં કર્મના આશ્રવનો જથ્થો ઘટતો જાય છે અને કર્મ કાઢવાનો જથ્થો વધતો જાય છે જેને અનુક્રમે સંવર તથા નિર્જરા તરીકે ઓળખવામાં આવે છે.
સંવર ભાવના
આત્માના વિભાવભાવને કારણે જે કર્મોનું આત્માના પ્રદેશ પર આવવું થાય છે તેને આશ્રવ કહે છે. આ આશ્રવને રોકવો, તેનો નિરોધ કરવો એટલે સંવર. આવતાં કર્મ પરમાણુઓને વિભાવ ત્યાગી રોકવા તે સંવ. આ સંવર બે પ્રકારે છેઃ દ્રવ્યસંવર અને ભાવસંવ૨. જે કર્મ પુદ્ગલના ગ્રહણનો છેદ કરે તે દ્રવ્યસંવર, અને જેમાં સંસારહેતુ ક્રિયાનો ત્યાગ થાય તે ભાવસંવર કહેવાય છે. જે ઉપાયથી આશ્રવનો નિરોધ થાય તે ઉપાયો યોજવા યોગ્ય છે. ક્ષમાથી ક્રોધનો, કોમળતાથી માનનો, સરળતાથી માયાનો, અને નિસ્પૃહતાથી લોભનો નિરોધ કરવો ઘટિત છે. ત્રણ ગુપ્તિથી ત્રણ યોગ વશ થાય છે. અપ્રમાદથી પ્રમાદને જીતવો, અવિરતિને સાવદ્યયોગથી છોડવી. જેમ કોઈ વહાણના મધ્યભાગમાં છિદ્રો પડેલા હોય તો તેમાંથી જળ પેસી જાય છે, અને વહાણ
૧૫૬