________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
ડૂબે છે, પણ તે છિદ્રો છાંદી દીધા હોય તો તેમાં જરાપણ જળ પેસી શકતું નથી, અને વહાણ તરતું રહે છે, તેવી રીતે યોગાદિ આશ્રવદ્વારોનું સર્વપ્રકારે રુંધન કરવાથી, સંવરથી શોભતા જીવમાં કર્મદ્રવ્ય પ્રવેશી શકતાં નથી. ચડતાં ચડતાં ગુણસ્થાને જેનો જેનો સંવર થાય છે તે તે નામે તે સંવર ઓળખાય છે. મિથ્યાત્વનો ઉદય બંધ થવાથી જે સંવર થાય છે તે મિથ્યાત્વસંવર કહેવાય છે. વિરતિ ગુણસ્થાને જે સંવર થાય છે તે અવિરતિસંવર કહેવાય છે. અપ્રમત્તસંયત આદિ ગુણસ્થાને જે સંવર થાય છે તે પ્રમાદસંવર કહેવાય છે. ઉપશાંતમોહ અને ક્ષીણમોહ ગુણસ્થાને કષાયનો સંવર થવાથી તે કષાયસંવર કહેવાય છે. ત્યારે અયોગીકેવળી નામક ચૌદમા ગુણસ્થાને યોગસંવ૨ પૂર્ણપણે થાય છે. સન્મતિયુક્ત મનુષ્ય આ પ્રમાણે સંવરયુક્ત થઈ સંસારના અંતને પામે છે.
નિર્જરા ભાવના
આ અપાર સંસાર સ્વયંભૂરમણ સમુદ્ર જેવો છે, તેમાં પ્રાણી કર્મરૂપી ઉર્મિઓથી ઊંચે, નીચે અને તિતિલોકમાં ભમ્યા કરે છે. પવનથી જેમ સ્વેદબિંદુ અને ઔષધિથી જેમ રસ ઝરી જાય છે, તેમ નિર્જરા વડે આઠે કર્મો ઝરી જાય છે. સંસારનાં બીજથી ભરેલાં એવાં કર્મોને આત્માના પ્રદેશ પરથી ખેરવવાં તેનું નામ નિર્જરા કહેવાય છે. સામાન્યપણે કર્મનો આશ્રવ જીવને થયા કરે છે, તેને રોકવો તે સંવર. સંવરથી નવાં કર્મો આવતાં અટકે છે પણ પૂર્વ કાળમાં ભેગાં કરેલાં કર્મો આત્મપ્રદેશથી ખેરવવાં માટે જે પ્રવૃત્તિ થાય છે તે નિર્જરા છે.
નિર્જરા બે પ્રકારે છે, અકામ અને સકામ. જેમ જેમ કર્મ ઉદયમાં આવે, ભોગવાઈને ખરી જાય એ નિર્જરાનો પ્રકાર અકામ નિર્જરા તરીકે ઓળખાય છે. તેમાં કર્મબધ્ધ જીવ કર્મ ખેરવવા માટે કોઈ વિશેષ પ્રવૃત્તિ કરતો નથી, અને જૂનાં કર્મ ભોગવતાં વિભાવભાવ કરી નવાં કર્મ ઉપાર્જન કરે છે. આ પ્રકારની નિર્જરા એકેંદ્રિયથી શરૂ કરી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને હોય છે. સકામ નિર્જરા એટલે કર્મબધ્ધ જીવ પૂર્વે સંચિત કરેલાં કર્મોને ત્વરાથી ઉદયમાં લાવીને અથવા
૧૫૭