________________
કેવળી પ્રભુનો સાથ
ક્ષેત્રના મહિમાનો લોકોને પરિચય કરાવનાર, તેને પુષ્ટિ આપનાર શ્રી સત્પરુષોના આત્મા છે. જે ક્ષેત્રમાં આવા ઉત્તમ પુરુષો વસી આત્મારાધન કરે, પોતાના આત્માની પવિત્રતા વધારવાની સાથે અન્ય જીવોને પવિત્રતા વધારવા ઉત્સાહીત કરે, તે ક્ષેત્રમાં લોકોને શાંતિનો અને સુખનો અનુભવ વધારે થતો હોવાથી તેઓ સહજતાએ આકર્ષાઈને ત્યાં આવી તે સ્થળની શાંતિનો લાભ લેવા પ્રેરાતા હોય છે. અનેક સંત મહાત્માઓ અમુક નિવૃત્તિ ક્ષેત્રમાં કાયમી વસવાટ કરી, સ્વાર કલ્યાણની પ્રવૃત્તિમાં એકાગ્ર થઈ એ સ્થાનને તીર્થક્ષેત્રની પવિત્રતા અર્પે છે.
આવા પ્રકારની ઉત્તમ પ્રવૃત્તિઓ કરવા પાછળ શ્રી તીર્થંકર પ્રભુએ પ્રસ્થાપિત કરેલા ચતુર્વિધ સંઘની સ્થાપનાની પવિત્રતા કાર્યકારી થતી હોય છે. શ્રી તીર્થકર ભગવાન ‘સર્વ જીવ કરું શાસનરસિ’ની ભાવના ભાવી, ઘણા ભવો સુધી એ ભાવનાનું ઘૂંટણ કરી, એક એવા પ્રકારનાં નામકર્મનું બંધન કરે છે કે જેના ફળરૂપે તેમના અનેક શુભ ઋણાનુબંધી જીવો તેમનું નિમિત્ત પામી સ્વકલ્યાણ કરવા તથા અન્યને કલ્યાણરૂપ થવામાં સહાય કરવા માટે ભાગ્યશાળી બને છે. આ અપેક્ષાએ વિચારતાં શ્રી તીર્થકર પ્રભુ અર્થાત્ અરિહંત ભગવાન એ ઉત્તમોત્તમ જંગમ તીર્થસ્થાન છે. આ તીર્થ એવા પ્રકારનું છે કે જ્યાં ઉત્તમોત્તમ કલ્યાણ સમાયેલું છે. કલ્યાણ એટલે દુ:ખનો અંત અને શાશ્વત સુખની સમૃદ્ધિ.
આ તીર્થસ્થાન અભુત પ્રકારનું છે. તેને કોઈ આદિ નથી, તેમજ કોઈ અંત પણ નથી; કારણ કે કલ્યાણમાર્ગ અને તેના પ્રણેતા અનાદિ અનંત છે. એક પછી એક કલ્યાણમાર્ગના પ્રણેતા – તીર્થકર ઉભવ્યા જ કરે છે. પહેલા તીર્થકર કોણ? તેનો જવાબ “અનાદિ છે. અને છેલ્લા તીર્થકર ક્યારે? તેનો જવાબ “અનંત છે. અને પ્રત્યેક તીર્થકરના હૃદયમાંથી આ તીર્થસ્થાન પ્રગટયા જ કરે છે. માટે તે અનાદિ અનંત છે. આ જીવને પવિત્ર કરનાર તીર્થસ્થાન શ્રી તીર્થકરના હૃદયમાંથી જ નીપજતું હોવાથી તેમનો સર્વ જીવો માટેનો કલ્યાણભાવ તેમાં આવિર્ભાવ પામે છે, કલ્યાણ કરવા માટેનો મહામાર્ગ તેમાં પ્રકાશિત થાય છે, મોક્ષમાર્ગની યથાર્થ જાણકારી આપતો સર્વ બોધ તેમાં સમાવેશ પામે છે, અને તે તીર્થસ્થાને પહોંચનાર સર્વ દ્રવ્ય શુધ્ધ થતાં