________________
કેવળી પ્રભુનો સાથ
ત્યારે શાતા કરતાં અશાતાનાં કર્મોની ઉણા વિશેષ થાય છે. તેથી સહજ ઉદિત થતાં કર્મોની સાથે ઉરિણા પામેલાં કર્મો પણ ભળી જતાં હોવાથી કર્મોદયનું જોર ઘણું વધી શકે છે; એટલે કે જીવની છૂટવાની તમન્ના જેમ જેમ જોર કરતી જાય, બળવાન થતી જાય, તેમ તેમ તેનાં કર્મોનાં ઉદ્દીરણા સાથેના ઉદયો પણ વધતા જાય છે, અને એથી તેને ઘણો કર્મભાર વેદવો પડતો હોય તેવી લાગણી ઉત્પન્ન થાય છે.
આ અપેક્ષાથી કૃપાળુદેવનું જીવન વિચારીએ તો તેમની આત્મદશા વિશે વિશેષ પ્રકાશ પડે છે. તેમના આત્માએ સં. ૧૯૪૬ના મધ્યભાગ પછીથી શુધ્ધ થવા માટેના પુરુષાર્થનું જોર વધાર્યું હતું. તે વખતની તેમની ઉત્કૃષ્ટ ભવસંખ્યા પંદરની ગણી શકાય. સં. ૧૯૪૭ની શરૂઆતમાં તેમને ક્ષાયિક સમકિત થતાં તે સંખ્યા ત્રણ ભવ જેટલી નાની થઈ ગઈ. તે પછીથી પણ આપણે જોયું તેમ તેમનો છૂટવા માટેનો વેગ સતત વધતો જ ગયો હતો; આથી અશાતા આપે એવાં પૂર્વકર્મ ઉણા પામી વર્તમાન કર્મોના ઉદયને બળવાન કરે તે સમજાય તેવું છે. એમનું જીવનલક્ષ સંસારથી છૂટવા પર બહુ કેંદ્રિત થયું હોવાથી તેમની સાંસારિક ઉપાધિઓ તેમના આત્મવિકાસને સિંધી શકી નહિ, બલ્ક તે આંતર પીડા પહોંચાડતી હોવા છતાં, તેમના આત્મવિકાસને ઝડપી બનાવવામાં સહાયક થતી ગઈ. તેઓ સાંસારિક ઉપાધિઓ શાંત ભાવથી વેદતા હતા તેથી આ અશાતા વેદનીય કર્મની નિર્જરા અતિ વેગવાળી થઈ, એટલું જ નહિ, પણ આંતરિક આત્મપ્રવૃત્તિઓનું જોર બળવાન હોવાથી નવાં બંધાતાં કર્મો અલ્પ તથા વિશેષ વિશેષ શુભ થતાં ગયાં. એટલે કે તેમને નવાં કર્મો ઘાતકર્મોની અલ્પતાવાળા તથા શાતાવેદનીય વધારનારા બંધાતાં હતાં. તેમને જે ઉપાધિના ઉદયો આવ્યા તેનાથી તેમની સંસારની અનાસક્તિ વધતી ગઈ અને આત્માનો વૈરાગ્યભાવ બળવાન થતો ગયો. આવા વૈરાગ્યને કારણે પૂર્વકર્મનાં બળવાન ઉદયો સંસારમાં રહીને સમભાવે તથા ઉદાસીનતાથી ભોગવી લેવા તેઓ સમર્થ બન્યા. તેમ કરવામાં સત્સંગની ખામી તેમને વેદના આપતી હતી. તે એક નોંધનીય હકીકત છે.
સં. ૧૯૪૮ની સાલમાં આંતરબાહ્ય શ્રેણિની ભિન્નતાનો પ્રભાવ સ્પષ્ટ થવા લાગ્યો હતો, તેમ છતાં અંતરંગમાં સ્વાર કલ્યાણભાવના યથાવત્ જળવાઈ રહી હતી, તે
૨૬૮