________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
શુધ્ધપણું જાળવી રાખે છે, અને ક્યારેય તે અશુધ્ધ થતા નથી, એટલું જ નહિ વખત આવે આ જ શુધ્ધ પ્રદેશો અન્ય અશુધ્ધ પ્રદેશોને શુધ્ધ થવાની પ્રેરણા આપે છે અને શુધ્ધ થવામાં સહાયરૂપ થાય છે. આ શુધ્ધ પ્રદેશોને શુધ્ધપણું જાળવવામાં સહાય કરે છે પંચપરમેષ્ટિ ભગવંત. પ્રત્યેક વિકાસનાં પગલે તેઓ આ પ્રદેશોને ઉજમાળ રાખી અન્ય પ્રદેશો પરથી મેલ કાઢવા નિમિત્ત આપે છે. આ શુધ્ધ પ્રદેશોમાં શ્રી તીર્થકર પ્રભુના આત્મામાં ઉદ્ભવેલો અને અન્ય સપુરુષોના આત્મામાં પોષાયેલો કલ્યાણભાવ રોપાયો હોય છે, અને તે સતત કાર્યાન્વિત રહી ક્યારેય લુપ્ત થતો નથી. જો રોપાયેલો કલ્યાણભાવ ત્યાંથી લુપ્ત થાય તો જ એ પ્રદેશો પર કર્મપરમાણુઓ આવી શકે. શ્રી તીર્થકર પ્રભુના બળવાન કલ્યાણભાવના પરિણામે એવું તો બનતું જ નથી, તેથી એ પ્રદેશોના વીતરાગભાવમાંથી તીર્થંકર પ્રભુ પ્રેરિત કલ્યાણભાવ સદાય ઉદ્ભવતો રહે છે અને એ પ્રદેશોને અશુધ્ધ થવા દેતો નથી. શ્રી પંચ પરમેષ્ટિ ભગવંત પ્રતિથી થતી આ કૃપામાં ધર્મનું ઉત્કૃષ્ટ મંગલપણું નિત્ય અનુભવી શકાય છે.
આ બધું જાણ્યા પછી શ્રી તીર્થંકર પ્રભુનો કલ્યાણભાવ કેવી રીતે ઉદ્ભવે છે અને કેવું કાર્ય કરે છે તેની જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. સંસારમાં પરિભ્રમણ કરતો કરતો શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા સહુ સાથેના મૈત્રીભાવને ઝંખતો થાય છે, વેરનિવૃત્તિ ઇચ્છતો થાય છે. તેમની આ અંતરંગ ભાવના ક્રમે ક્રમે ભવોના ભવો સુધી વિકસતી રહે છે. અને સહુ જીવો આત્માની ઉત્તમ સુખાકારી પાસે એવી ભાવના બળવાન કરતી જાય છે. જ્યારે આ ભાવનું ઉત્કૃષ્ટપણું તેમનો આત્મા વેદે છે ત્યારે તેમનું તીર્થકર નામકર્મ નિકાચીત બને છે. અને એ બળવાન કલ્યાણભાવના પ્રભાવથી તેમના નિમિત્તે જેટલા જીવ છૂટવાના હોય તેટલા નિત્યનિગોદના જીવોનો પહેલો આત્મપ્રદેશ શુધ્ધ થાય છે, નિરાવરણ થાય છે. તે પછી તે દેહત્યાગ વખતે બીજો પ્રદેશ ખૂલે છે, જે જન્મમાં તીર્થ પ્રવર્તાવવાના હોય તે જન્મનાં ગર્ભ, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક વખતે એક એક પ્રદેશ ખૂલે છે. આમ સાત પ્રદેશો શ્રી તીર્થકર ભગવાનના નિમિત્તથી પ્રત્યેક જીવને નિરાવરણ થાય છે. અને આઠમો પ્રદેશ સિદ્ધ થતા કેવળીભગવાનના નિમિત્તથી ખૂલે છે. શ્રી તીર્થકર ભગવાનના નિમિત્તથી જે
૧૯૭