________________
કેવળી પ્રભુનો સાથ
અભાવમાં અમૂક કાળ પછી ધર્મના કલ્યાણભાવનું અસ્તિત્વ જ નાબુદ થઈ જાય. એ પરથી સમજાય છે કે જગતમાં પ્રવર્તતા કલ્યાણભાવના પરમાણુને સ્વીકારી પોતાના આત્મામાં એકરૂપ કરવા એ પરમેષ્ટિ માટે કેટલા જરૂરી છે. એ મિશ્રણ પરમેષ્ટિ દ્વારા થયા કરે છે, જગતમાં પ્રવર્યા કરે છે અને અન્ય દ્વારા ગ્રહણ થયા કરે છે – તેના લીધે આ સનાતન કલ્યાણમાર્ગ પ્રવર્તે છે. આ પ્રક્રિયા એ જ આત્મા માટે સર્વોત્કૃષ્ટ મંગલ છે.
શ્રી તીર્થકર પ્રભુ, કેવળીપ્રભુ તથા સર્વ પુરુષોના કલ્યાણભાવનું મિશ્રણ લોકકલ્યાણ માટે ખૂબ ઉપકારી છે તે આપણે જોયું. આ કલ્યાણભાવ વિશે જીવનો કેવો અભિગમ હોવો જરૂરી છે? જ્યારે જીવને સગુરુ કૃપાએ છૂટવાના, શાશ્વત સુખ પામવાના ભાવ થાય છે, ત્યારે તેનામાં સદ્ગુરુ પ્રતિ સાચાં પ્રેમ, શ્રધ્ધા અને અર્પણભાવ જાગવા જરૂરી છે. સગુરુ પ્રતિ નિર્ચાજ પ્રેમ જાગતો નથી ત્યાં સુધી તેમની નિષ્કારણ કણાને સ્વીકારી શકવા જેટલો તે જીવ પાત્ર થતો નથી. શ્રી ગુરુ સાથેનાં શુભ ઋણાનુબંધ કલ્યાણ માટે અનિવાર્ય છે, કારણ કે જો જોઈતા પ્રમાણમાં શુભ ઋણાનુબંધ ન હોય તો ગુરુ સાચા છે, તે કહે છે તે યોગ્ય છે, તેમના કહ્યા પ્રમાણે મારે કરવું યોગ્ય છે, એવું શ્રધ્ધાન જીવમાં જાગી શકતું નથી. અને શ્રધ્ધા ન હોય ત્યાં સુધી ગમે તેવી ઉત્તમ વાત હોય છતાં તેની કોઈ કિંમત રહેતી નથી.
જ્યારે શ્રી સદ્ગુરુ માટે નિર્મળ પ્રેમ અને દઢ શ્રધ્ધાન શિષ્યમાં પ્રગટ થાય છે, ત્યારે તે શિષ્ય ગુરુ પ્રતિ શરણાગતિના વિનયભાવ સાથે પ્રવર્તે છે તેને ગુરુ માટે ખૂબ અહોભાવ વેદાય છે. અને પોતાને સંસારના કાદવમાંથી કાઢી નિર્મળ આત્મસુખમાં લઈ જનાર આ સદ્ગુરુ છે એવી અનુભૂતિ થતાં તેને શ્રી ગુરુ માટે ખૂબ ખૂબ આદરભાવ, પ્રેમભાવ અને તેમની સાથે એકતા અનુભવાતી જાય છે. આ રીતે જીવમાં પ્રગટતી મંગલતા, એ ધર્મનો જ પ્રભાવ છે. અને એ અપેક્ષાએ ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે.
પ્રત્યેક જીવને સંસાર પરિભ્રમણના આરંભકાળથી આઠ શુધ્ધ પ્રદેશો હોય છે. આત્માના અસંખ્ય અશુધ્ધ પ્રદેશોની વચ્ચે આ આઠ પ્રદેશો અનંતકાળ સુધી પોતાનું
૧૯૬