________________
કેવળી પ્રભુનો સાથ
“જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણો પ્રગટે છે.” (ઉપદેશ છાયા. પૃ. ૬૯૬). “સદ્ગુરુની આજ્ઞામાં બધાં સાધનો સમાઈ ગયા.” (ઉપદેશ છાયા. પૃ. ૭૧૯). બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં સ્વચ્છંદપણું વિલય થાય છે.” (વ્યાખ્યાનસાર ભાગ ૧, ૪૯, પૃ. ૭૪૧).
સં. ૧૯૫૬માં તેમની તંદુરસ્તી જોખમાઈ. તેમને સંગ્રહણીનો રોગ લાગુ પડ્યો; તેમ છતાં આત્મારાધનમાં લેશ પણ મંદતા તેમણે આવવા દીધી ન હતી. સં. ૧૯૫૭માં અમદાવાદમાં તેમણે મુનિઓને જણાવ્યું હતું કે, -
અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહિ.” (જીવનકળા). “જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, એ જ અભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.” (ફાગણ વદ ૩, ૧૯૫૭. આંક ૯૫૧).
તેમનાં જીવનનાં અંતિમ વર્ષમાં જે અદ્ભુત સ્થિરતા તેમણે મેળવી હતી તેનો લક્ષ આ વચનમાં આપણને આવે છે. આજ્ઞામાર્ગે ચાલી તેમણે કરેલા આત્મિક વિકાસને આપણે આ રીતે મૂલવી શકીએ.
તેમનાં જીવનના પહેલા તબક્કામાં તેમને આત્માની શુદ્ધિ મેળવવાની ઇચ્છા હોવા ઉપરાંત સંસારસુખની, કૌટુંબિક સુખ, યશ, કીર્તિ, ધન આદિની અભિલાષા રહી હતી. તેથી તેમને વ્યવહાર તેમ જ પરમાર્થ એમ બંને પ્રકારનાં શાતા અશાતારૂપ કર્મબંધ થતાં હતાં. પણ એ કાળમાં તેમને આત્માથી નિર્ણય થયો કે વીતરાગ પ્રણિત જિનધર્મ જ ઉત્તમ છે, અને પ્રભુની આજ્ઞાએ ચાલવાથી જ જીવનું કલ્યાણ છે.
૪૨૪