________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તેમનાં જીવનના બીજા તબક્કામાં તેમનાં યશ, કીર્તી, ધન, કુટુંબ વગેરેનો વધારો થયો, વેપારની શરૂઆત થઈ. આમ એક બાજુથી તેમની સંસારી પ્રવૃત્તિઓ વધી તો બીજી બાજુ આત્માને શુદ્ધ કરવાની તેમની તાલાવેલી પણ વધી ગઈ. ચિંતન, મનન, અભ્યાસ આદિનાં કારણે તેમને દેઢ નિશ્ચય થયો કે પ્રભુ આજ્ઞામાં રહેવાથી જીવનું કલ્યાણ જલદીથી થાય છે, તેથી તે રીતે વર્તવાનો તેમનો ઝોક વધતો ગયો. વ્યવહારની પ્રવૃત્તિ તેઓ ફરજપૂર્વક અને નિરસતાથી કરવા લાગ્યા. પરિણામે આત્માની અનુભૂતિ તેમને ક્રમથી વધતી ગઈ.
ત્રીજા તબક્કામાં તેમની આજ્ઞાએ ચાલવાની પ્રવૃત્તિ વધી, ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ અને તે પછી ઝડપી વિકાસ થયો. ક્ષાયિક સમકિત થવાથી તેમની શૂન્યતામાં જવાની શક્તિ વધી, શૂન્યતાને ગંભીરતાથી અટકાવનાર મિથ્યાત્વનો સંપૂર્ણ ક્ષય થયો. વળી, બીજા તબક્કાથી આજ્ઞામાર્ગનું આરાધન કરવાનું નક્કી કર્યું હોવાથી, આત્મસુખનો નાશ કરનાર સંસારી શાતાની ઇચ્છાનો નકાર જાગ્યો અને વધ્યો. બાહ્ય શાતાના અનુભવાતા નકારને કારણે ધ્યાનમાંથી બહાર આવ્યા પછી તેઓ સંસારી પ્રવૃત્તિ અલિપ્તતાથી કરતા હતા. આમ તેઓએ અહિંસા ખીલવીને દર્શનાવરણ કર્મને પણ ઘણું હળવું કર્યું હતું. જ્ઞાનદર્શનના ક્ષયોપશમના વર્ધમાનપણાને લીધે સ્વરૂપમાં રહેવાની તેમની ભાવના પ્રબળ બની. આ પહેલાં તેમને શૂન્યતામાં જે શાતા વેદાય તેનું આકર્ષણ રહેતું હતું, આમ રહે ત્યાં સુધી સંસારી શાતા આપે એવા પુણ્યબંધનો જથ્થો વધતો જ જાય, અને આવાં પુણ્યો જીવને દેવલોકનાં સુખરૂપે ભોગવવાનાં આવે.
પરંતુ આવી સ્થિતિ કૃપાળુદેવના સંબંધમાં લાંબો સમય ટકી નહિ. તેમનો આત્મા જેમ જેમ આજ્ઞાધીન થતો ગયો તેમ તેમ તેમને શૂન્યતામાં અનુભવાતી શાતાનો પણ નકાર શરૂ થયો. શાતા માત્ર પુણ્યબંધ આપી સંસાર વધારે છે; એ તેમને સ્પષ્ટ થઈ ગયું હતું. પરિણામે તેઓ માત્ર સ્વરૂપસ્થિતિને જ ઝંખવા લાગ્યા હતા. આ ઝંખનાનાં અનુસંધાનમાં તેમનો વૈરાગ્ય વીતરાગતામાં પલટાતો ગયો. સાંસારિક
૪૨૫