________________
શ્રી અરિહંતનો મહિમા
સમવસરણ એટલે એવું સ્થળ કે જ્યાં આવનાર પ્રત્યેક જીવ કોઈને કોઈ પ્રકારે તથા કોઈ ને કોઈ અપેક્ષાથી વિકાસ પામે છે, અર્થાત્ સમ પ્રમાણમાં અવસરણ પામે છે, બલ્ક સરખી રીતે સરે છે. જીવમાં સમદષ્ટિ કેળવવાનો પાયો સમવસરણમાં રચાય છે. સમવસરણ વર્તુળાકારે હોય છે, અને તેમાં નાનામોટા થઈને કુલ આઠ વિભાગ હોય છે. પ્રત્યેક વિભાગને જુદો પાડનાર રસ્તો બે વિભાગની વચમાં રહ્યો હોય છે. દરેક વિભાગમાં તે વિભાગને યોગ્ય જીવાત્માઓ બેસી પ્રભુનો ઉપદેશ સાંભળે છે. એક વિભાગમાં કેવળ પ્રભુ બિરાજે છે, બીજા વિભાગમાં ગણધરાદિ મુનિરાજો, ત્રીજામાં સાધ્વીજી અને આર્યાઓ, ચોથામાં શ્રાવકો, પાંચમામાં શ્રાવિકાઓ, છઠ્ઠામાં દેવલોકના દેવો, સાતમા વિભાગમાં તિર્યંચો અને આઠમા વિભાગમાં જળચર પ્રાણીઓ બેસે છે. સહુ પોતાને માટે નિયત થયેલા ભાગમાં બિરાજે છે. પ્રભુની દેશના સાંભળવા ઇચ્છનાર પ્રત્યેક જીવ સમવસરણમાં સમાઈ જાય છે, ક્યારેય એવું બનતું નથી કે જીવને બેસવાની જગ્યા ન મળે કે તેને બેસવામાં સંકડામણ થાય. આમ થવું એ સમવસરણનો અતિશય છે.
આવા સમવસરણની રચના દેવો બે ઘડી જેવા નાનાકાળમાં કરે છે. તેમાં તેઓ ત્રણ ગઢની રચના કરે છે, બહારનો ફરતો સહુથી મોટો ગઢ રૂપાનો હોય છે અને તેના પર સોનાનાં કાંગરાં હોય છે, તેની અંદરનો વચલો ગઢ સોનાનો હોય છે અને તેના ઉપર રત્નનાં કાંગરાં જડાયાં હોય છે, તેની અંદરનો સૌથી નાનો ગઢ રત્નોનો હોય છે, અને તેના પર મણિરત્નનાં કાંગરાં મૂકાયાં હોય છે. તેની વચ્ચે પ્રભુ માટેનાં વ્યાસપીઠ, અશોકવૃક્ષ, સિંહાસન આદિ રચાયાં હોય છે. ચારે દિશામાં વ્યાસપીઠ સુધી પહોંચે તેવા રસ્તા દરવાજા સુધી બાંધ્યા હોય છે.
૨. અશોકવૃક્ષ સમવસરણના બરાબર મધ્યભાગમાં દેવો એક અચેત વૃક્ષ વિતુર્વે છે. આ પણ દેવકૃત અતિશય છે. આ વૃક્ષનું થડ લાંબુ હોય છે અને તેને મુખ્ય પાંચ ડાળીઓ હોય છે,
૬૫