________________
કેવળી પ્રભુનો સાથ
તેની પૂર્વ તૈયારી રૂપે દેવો સમવસરણ, અશોકવૃક્ષ, સિંહાસન વગેરેની રચના કરી શ્રી પ્રભુને પ્રગટેલા ચોંત્રીશ અતિશયોની જાણકારી જગતજીવોને આપે છે. આ ચોંત્રીશ અતિશયોમાંથી કેટલાક અતિશયો સ્વયં પ્રગટયા હોય છે, કેટલાક દેવકૃત હોય છે અને કેટલાક બંનેના મિશ્રણરૂપ હોય છે. પ્રભુના ઉત્કૃષ્ટ કલ્યાણભાવને કારણે જે વિશિષ્ટ સિદ્ધિઓ તેમનામાં આવિર્ભાવ પામે છે તે સ્વયં પ્રકાશિત અતિશય ગણાય છે, પ્રભુનું મહાભ્ય દર્શાવનાર જે વિશેષતાઓ દેવો ભક્તિભાવથી અને પૂજ્યભાવથી જીવોને દેખાડે છે તે દેવકૃત અતિશય કહેવાય છે, અને જે અતિશયો પ્રભુના ઉત્કૃષ્ટભાવથી પ્રગટ થયા હોય અને તેને દેવો પોતાની સિદ્ધિથી વિશેષ અલંકૃત કરે તે અતિશયો મિશ્રણરૂપ ગણાય છે.
આ ચોંટીશ અતિશયોમાં પ્રભુને જન્મથી ત્રણ જ્ઞાનની પ્રાપ્તિ, શ્વેત લોહી તથા માંસ હોવા, વાળ તથા નખ વધે નહિ, સુધાની ધારામાં વસવું, દેશનામાં આખા દેહમાંથી ૐ ધ્વનિનું છૂટવું એ વગેરે સ્વયં પ્રગટતા અતિશયો છે. સમવસરણની રચના, અશોકવૃક્ષ, સિંહાસન, માનસ્તંભ, ત્રણ છત્ર, સુવર્ણ કમળ, ચામર, ધર્મચક્ર, ઇન્દ્રધજા, પુષ્પવૃષ્ટિ, અમૃતવૃષ્ટિ, દેવદુંદુભિ, ઇત્યાદિ દેવકૃત અતિશયો છે અને ભામંડળ, સુખરૂપ ઋતુ, નિયમિત ઋતુ, વરસીદાન, આખા સમવસરણમાં ૐ ધ્વનિનું એક સરખું પ્રસારણ, વગેરે મિશ્રણરૂપ અતિશયો કહી શકાય. આ ઉપરાંત સહુ જીવો પોતાની ભાષામાં ઉપદેશ ગ્રહણ કરે છે, ૭ પ્રસંગે જીવો એક સમયની શાતા વેદે છે, લાંછન આદિ મળી કુલ ૩૪ અતિશયો પ્રગટે છે. તેમાંના કેટલાક વિશે સમજણ લઇએ.
ચોત્રીશ અતિશયો ૧. સમવસરણની રચના અરિહંત પ્રભુને કેવળજ્ઞાન પ્રગટયા પછી જ્યારે જ્યારે તેમની દેશના છૂટવાની હોય છે ત્યારે ત્યારે સમકિતી દેવોને અવધિજ્ઞાનથી તેની જાણકારી આવે છે, અને દેવો પ્રભુની દેશના માટે તે સ્થળે સમવસરણની રચના કરે છે. આ દેવકૃત અતિશય છે, અને તેની સાથે બીજા કેટલાક અતિશયો વણાયેલા છે.
૬૪