________________
કેવળી પ્રભુનો સાથ
ધર્મનાં મંગલપણાનો ફાળો કંઇ નાનોસૂનો ન હતો. આથી તેમના જીવનપ્રવાસનો અભ્યાસ આપણને ધર્મનું મંગલપણું સમજવામાં ખૂબ સહાય કરે છે. શ્રી કૃપાળુદેવના જીવનનો અભ્યાસ કરતી વખતે આપણને મુખ્ય ચાર તબક્કા ધ્યાનમાં આવે છે –
૧. સં.૧૯૨૪ થી સં.૧૯૪૦ – મંથનકાળ. ૨. સં.૧૯૪૧ થી સં.૧૯૪૬ - વીતરાગ માર્ગનું યથાર્થ શ્રદ્ધાન. ૩. સં.૧૯૪૭ થી સં.૧૯૫૧ – શુધ્ધ સમકિતની પ્રાપ્તિ અને સંસારનાં
વિવિધ વિદ્ગોની વચ્ચે રહીને પણ કરેલો
આત્મવિકાસ. ૪. સં.૧૯૫ર થી સં.૧૯૫૭ – સંસારી વિદ્ગોમાં આવેલી હળવાશ,
જ્ઞાનાવરણાદિ ઘાતિ કર્મોનો વિશેષ ક્ષયોપશમ અને કેવળ લગભગ ભૂમિકા
સુધી કરેલી પ્રગતિ. આ બધાં વર્ષોમાં તેમનાં જીવનમાં ધર્મનું આરાધન ગૃહસ્થ હોવા છતાં ઉત્તરોત્તર વધતું ગયું હતું, સ્વાર કલ્યાણભાવના પણ બળવાન થતી ગઈ હતી અને પરિણામે તેમનું જીવન, ધર્મનું સનાતનપણું તથા મંગલપણું અભિવ્યક્ત કરવા માટે, ઉત્તમ ઉદાહરણરૂપ બન્યું હતું.
પ્રથમ તબક્કો : સં.૧૯૨૪ થી સં.૧૯૪૦ – મંથનકાળ આ તબક્કાના સત્તર વર્ષનાં તેમનાં જીવનનાં ગાળા માટેની માહિતી આપણને તેમણે બાવીસ વર્ષની વયે લખેલ ‘સમુચ્ચયવયચર્યા' નામના લેખમાંથી, “ધન્ય રે દિવસ આ અહો' એ અંગત સ્થિતિસૂચક કાવ્યમાંથી, અમુક છૂટક પત્રોમાંથી તથા મુમુક્ષુઓએ નોંધેલા તેમના પરિચયના લેખમાંથી મળે છે. પરંતુ વિશેષ ઊંડાણભરી વિગતો આ સમયગાળા માટે આપણને મળતી નથી.
૨૬