________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
ત્યાગ સદોષ વસ્તુનો થાય છે, દાન સારી વસ્તુનું થાય છે. ક્રોધ માનાદિ કષાયોનો ત્યાગ કરવાનું કહેવામાં આવે છે પણ જ્ઞાનનો ત્યાગ કરવાનું કોઈ કહે નહિ. આત્માનું અહિત કરવાવાળા મોહરાગદ્વેષાદિ આશ્રવ ભાવો ત્યાગવાના છે, અને જેમના થકી આવા ભાવો થાય છે તેવા પુત્રાદિ ચેતન અને ધનાદિ અચેતન પદાર્થોનો ત્યાગ આશ્રવભાવનો ત્યાગ થતાં થઈ જાય છે, પણ એવો નિયમ નથી કે પુત્રાદિનો ત્યાગ કરવાથી મોહાદિનો ત્યાગ થઈ જાય.
આ પરથી સમજાય છે કે ત્યાગ અને દાન ઘણા લોકો માને છે તેમ એકાWવાચી નથી. જો તેમ હોય તો એકબીજાના પર્યાયરૂપે વાપરી શકાય, પણ એમ થઈ શકતું નથી. દાન અનેક પ્રકારે છેઃ આહારદાન, ઔષધદાન, જ્ઞાનદાન, ધનદાન, અભયદાન વગેરે. તેને બદલે જો આહારત્યાગ, ઔષધયાગ, જ્ઞાનત્યાગ, ધનત્યાગ કે અભયત્યાગ ઇત્યાદિ કહીએ તો અર્થમાં કેટલો મોટો ફેરફાર થઈ જાય છે!
વળી દાન માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ અને બે વ્યક્તિને જોડનારો માલ પણ જોઈએ. ઉદા. આહાર દેનાર, આહાર લેનાર અને આહાર. ત્યાગમાં કોઈની જરૂરત રહેતી નથી. સર્વ પરિગ્રહ કે સંગનો ત્યાગ કરવામાં આવે ત્યારે તે પરિગ્રહ કે સંગ ત્યાગી પાસે હોવો જરૂરી નથી, તેમાં તો પરિગ્રહ રાખવાના ભાવનો ત્યાગ થાય છે. આમ દાન એ પરાધીન ક્રિયા છે ત્યારે ત્યાગ એ સંપૂર્ણ સ્વાધીન ક્રિયા છે.
કેટલીક વસ્તુ જેમકે રાગદ્વેષ, માતાપિતા આદિનો ત્યાગ થઈ શકે છે, પણ દાન નહિ, કેટલીક વસ્તુઓ જેવી કે જ્ઞાન અને અભય તેનું દાન થઈ શકે છે પણ ત્યાગ થાય નહિ, ત્યારે કેટલીક વસ્તુ જેવીકે ઔષધ, ધન, આહારાદિનો ત્યાગ પણ થઈ શકે છે, દાન પણ થઈ શકે છે.
આપણે જો દાનનું અને ત્યાગનું સાચું સ્વરૂપ સમજીએ તો જણાય છે કે રાગદ્વેષાદિ વિકારોના ત્યાગનું જ નામ ઉત્તમ ત્યાગધર્મ છે. અને પોતાની પાસે વિશેષ પરિગ્રહ હોય તેમાંથી થોડો ભાગ બીજાને ઉપકાર અર્થે આપવો તે દાન છે. આથી દાની કરતાં ત્યાગી મહાન છે. દાની થોડોભાગ ત્યાગે છે, ત્યાગી સર્વસ્વ. વળી ત્યાગ એ ધર્મ છે,
૧૮૩