________________
કેવળી પ્રભુનો સાથ
દાન એ પુણ્ય છે. આ કથન જ્ઞાનદાનની બાબતમાં કેવી રીતે સમજવું? જ્ઞાનદાન એટલે બીજાને સમજણ આપવી. સમજાવવાના ભાવ શુભ હોવાથી પુણ્યબંધનું કારણ છે. અને સમજનારને જ્ઞાનલાભ થાય છે. સહુ સમજી શકશે કે જ્ઞાનલાભ પુણ્યલાભ કરતાં ઉત્તમ છે. આ જ રીતે અભયદાન બાબતમાં પણ સમજી શકાય.
ત્યાગ એ એવો ધર્મ છે કે જેને પ્રાપ્ત કરીને જીવ આર્કિચન્ય ધર્મનો ધારક બની જાય છે અને પૂર્ણ બ્રહ્મમાં લીન થવાની પાત્રતા મેળવે છે.
ઉત્તમ આકિંચન્ય
જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા સિવાય કિંચિત્માત્રપણ ૫૨૫દાર્થ તથા ૫૨ના લક્ષે આત્મામાં ઉત્પન્ન થતા મોહ તથા રાગદ્વેષના ભાવ આત્માના નથી એમ જાણવું, માનવું અને જ્ઞાનાનંદસ્વભાવી આત્માના આશ્રયે એ સર્વથી નિવૃત્ત થયું, એમને છોડવા એ જ ઉત્તમ આકિંચન્ય ધર્મ છે.
આર્કિચન્ય અને બ્રહ્મચર્યને દશ ધર્મના સારરૂપ અને ચાર ગતિનાં દુ:ખોમાંથી ઉગારીને મુક્તિમાં લઈ જના૨ મહાન ધર્મ કહેવામાં આવ્યા છે. વસ્તુતઃ આર્કિચ અને બ્રહ્મચર્ય એક સિક્કાની બે બાજુ છે. આનંદસ્વભાવી આત્માને પોતાનો માનવો, જાણવો, એમાં ૨મવું, શમાવું, લીન થવું એ બ્રહ્મચર્ય છે, અને આત્માથી ભિન્ન પરપદાર્થોને અને એમના લક્ષે ઉત્પન્ન થતા ચિત્તવિકારોને પોતાના ન માનવા અને તેમાં એકરૂપ ન થવું તે આર્કિચન્ય છે. સ્વલીનતા એ બ્રહ્મચર્ય છે અને પરમાં લીનતા તથા એકત્ત્વબુદ્ધિનો અભાવ એ આર્કિચન્ય છે. અસ્તિથી બ્રહ્મચર્ય અને નાસ્તિથી આર્કિચન્ય છે એમ કહી શકાય.
આ આકિંચન્ય ધર્મનો વિરોધીભાવ તે પરિગ્રહ છે. પરિગ્રહના અભાવથી આર્કિચન્ય ઉત્પન્ન થાય છે. પરિગ્રહ બે પ્રકારે છેઃ આવ્યંતર અને બાહ્ય. આત્મામાં ઉત્પન્ન થતા મોહરાગદ્વેષાદિ ભાવો એ આંતર પરિગ્રહ અર્થાત્ નિશ્ચય પરિગ્રહ છે. અને બાહ્ય પરિગ્રહ તે વ્યવહાર પરિગ્રહ છે. આત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારે છે.
૧૮૪