________________
શ્રી અરિહંતનો મહિમા
અલભ્ય સુખોની વચ્ચે પણ કેવી નિર્લેપતાથી રહેતા હતા તેની ઝાંખી પણ તેમને મળે છે. અને દેવગતિનાં સુખોની વચ્ચે રહેવા છતાં આત્મશાંતિ અનુભવવા માટે તેઓ કેવા પુરુષાર્થી હતા તે માતાને અનુભવાય છે.
વળી, જો તીર્થપતિ નરકગતિમાંથી નીકળી મનુષ્યના ગર્ભમાં આવ્યા હોય તો તેઓ જે ભુવનમાં રહ્યા હોય તે ભુવનને માતા જુએ છે. અને એ પરથી તેમને બાળયોગીના પૂર્વજન્મની જાણકારી મળે છે. નરકગતિનાં અસહ્ય તાપમાં તેમણે કેવી નિર્લેપતા તથા સહિષ્ણુતા રાખી હતી તથા ભયંકર શીતવાળી સ્થિતિમાં પણ કેવી અપૂર્વ સમતા રાખી હતી તેની સમજણ માતાને મળે છે. અને એ દ્વારા પ્રભુના જીવે કરેલી બળવાન નિર્જરાનો અણસાર તેમને આવે છે. તીર્થપતિનો જીવ નરકમાં હોય તો તે પહેલી ત્રણમાંની એક નરકમાં હોય છે, તેથી નીચેની નરકમાં તેવો જીવ ક્યારેય ઉત્પન્ન થતો નથી.
અપવાદરૂપ કોઈ તીર્થંકર પ્રભુ જો પૂર્વની મનુષ્યગતિમાંથી વર્તમાન મનુષ્યગર્ભમાં આવ્યા હોય તો તેમના માતા દેવવિમાન કે નરકના ભુવનને બદલે મનુષ્યગતિમાં તેઓ જે આવાસમાં રહ્યા હોય તે આવાસને દેખે છે. સાથે સાથે શાતાશાતારૂપ શુભાશુભ કર્મોદયની સ્થિતિમાં તેમણે સેવેલાં સમપરિણામનો પડઘો માતાના હૃદયમાં ઉત્પન્ન થાય છે, અને બાળક પ્રતિનો તેમનો પ્રેમભાવ ઉછળે છે.
તેરમું સ્વપ્ન – રત્નરાશિ શ્રી પ્રભુનાં માતા એક સ્વપ્નમાં વિવિધ રત્નોથી રચાયેલો એક મોટો ઢગલો જુએ છે. ઢગલાનાં પ્રત્યેક રત્ન ખૂબ તેજસ્વી હોય છે. લોકનાં પ્રત્યેક ઉત્તમ સ્થળમાંથી પ્રાપ્ત કરેલાં ઉત્તમ રત્નોથી આ રત્નરાશિ બન્યો હોય છે. પ્રત્યેક રત્નો તેજ સાથે વિવિધ પ્રકારના રંગની ઝાંય બતાવે છે. મુખ્યતાએ જાંબુડી, નીલા, વાદળી, લીલા, પીળા, કેસરી અને લાલ રંગની ઝાંય આપનાર સાત પ્રકારનાં રત્નો હોય છે, અને બાકીનાં આ રંગોના મિશ્રણવાળા રત્નો હોય છે. આમાંના પહેલાં ત્રણ પ્રકારનાં રત્નો દેવલોકમાં ઉત્પન્ન થયેલા ઊંચા પ્રકારનાં રત્નો હોય છે, તે પછીનાં ત્રણ પ્રકારનાં રત્નો મહાવિદેહ
પપ