________________
આણાએ ધમ્મો, આણાએ તવો
મંત્રસ્મરણ શરૂ કરે છે. તેના થકી અમુક કર્મક્ષય કરી આઠમા ગુણસ્થાને આવી તે આત્મા નવમા ગુણસ્થાન માટે પૂર્ણ આજ્ઞાથી પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ કરી, આજ્ઞાધીનપણું વધારી નવમા ગુણસ્થાને આવે છે. અને એ જ પ્રક્રિયા કરી તે દશમા ગુણસ્થાને પહોંચે છે. દશમા ગુણસ્થાન માટે જ્યારે પૂર્ણ આજ્ઞાથી તેનું મંત્રસ્મરણ શરૂ થાય છે ત્યારથી, તે સમયથી તે અગ્યારમા ગુણસ્થાન માટે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ તથા બારમાં ગુણસ્થાન માટેની પ્રાર્થના એક સાથે ભાવે છે, ભણે છે, આરાધે છે અને અનુભવે છે. તેનાથી તે આત્મા દશમા ગુણસ્થાનેથી નીકળી, અગ્યારમું ગુણસ્થાન વટાવી, સીધા બારમાં ગુણસ્થાને આવે છે. ત્યાં પણ પૂર્ણ આજ્ઞાથી પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ કરી, શેષ ઘાતકર્મોનો ક્ષય કરી તેરમાં ગુણસ્થાને પહોંચે છે. એ ગુણસ્થાને પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ એકરૂપ થઈ જાય છે, અથવા તો જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા થઈ જાય છે.
જે જીવ પૂર્ણને બદલે અપૂર્ણ આજ્ઞાથી પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનું આરાધન કરે છે તે જીવ ઉપશમ શ્રેણિમાં જાય છે. તે જીવ સાતમા ગુણસ્થાનથી આઠ, નવ અને દશમાં ગુણસ્થાન સુધી આગળ વધે છે, પણ તે અગ્યારમું ગુણસ્થાન વટાવી શકતો નથી. સાતમાથી દશમા ગુણસ્થાન સુધીમાં પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણમાં રહેલી અપૂર્ણતાને કારણે, અપૂર્ણ આજ્ઞાને લીધે સંચિત થયેલાં માન તથા લોભ કષાયનાં પરમાણુઓના ભારને કારણે જીવ અગ્યારમાં ગુણસ્થાનના પ્રાર્થના આદિ સાથે બારમા ગુણસ્થાન માટે પ્રાર્થના કરી શકતો નથી. આ એક સમયના પ્રમાદને કારણે સંચિત થયેલા લોભનો ઉદય થવાથી તે જીવ અગ્યારમા ગુણસ્થાનેથી પાછો નીચે આવે છે. આ પરથી લક્ષ આવે છે કે શ્રી મહાવીર ભગવાને શ્રી ગૌતમસ્વામીને કહ્યું હતું કે, “હે ગૌતમ! એક સમયનો પણ પ્રમાદ કર્તવ્ય નથી” એ વિધાન અને શ્રી કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર વારંવાર બોંધ્યું હતું કે, “બારમાના અંત સુધી શ્રી સત્પરુષનું અવલંબન જીવને જરૂરી છે” એ વિધાન યથાર્થ છે, અને સ્વલક્ષ જાળવવા માટે ખૂબ ખૂભ ઉપકારી છે.
3८७