________________
પરિશિષ્ટ ૧
અમૂઢ દૃષ્ટિ - આ સમકિતનું ચોથું અંગ(ગુણ) છે.
અમૂઢ દૃષ્ટિ એટલે મૂઢતા વગરની વિવેક દષ્ટિ. સમ્યદૃષ્ટિ આત્મા સમભાવવાળો હોય છે, વિચક્ષણ હોય છે અને હિતાહિતને બરાબર જાણે
છે, તેથી તેને મૂઢતાનો ત્યાગ થાય છે. અમૃતસાગર – અમૃત એટલે સુધારસ. સુધારસનો સમુદ્ર એ અમૃતસાગર. અમૃતનું પાન કરવાથી અમર થવાય છે.
કે વૃત્તિ સેવવી તે જીવનો સન્દુરુષ પ્રતિનો
અર્પણભાવ છે. અપવર્તન - જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ,
અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે જીવનાં કાર્યોથી બાંધેલા કર્મનાં સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં ઘટાડો થાય છે ત્યારે તેના કર્મનું અપવર્તન થયું એમ કહેવાય છે. અપ્રત્યાખ્યાન કષાય - જે કષાયને દબાવવાનો બળવાન પ્રયત્ન કરવામાં આવે છતાં ઉદિત થતી વખતે તેને દબાવી શકાતાં નથી, તેનો ઉદય થઈને જ રહે છે તે અપ્રત્યાખ્યાન કષાય છે. અપૂર્વકરણ - જે કરણમાં પહેલાં અને પાછલાં
સમયોના પરિણામ સમાન ન હોય, અપૂર્વ જ હોય, તે અપૂર્વકરણ છે. તે કરણમાં પરિણામ જેવા પ્રથમ સમયમાં હોય તેવા પરિણામ દ્વિતીયાદિ સમયમાં કોઈ પણ જીવને ન હોય, તે પરિણામ વધતાં જ હોય.
અરતિ નોકષાય - ઇન્દ્રિયોને પ્રતિકુળ વિષયોમાં મનનો અણગમો થવો તે અરતિ નામનો નોકષાય છે. સકારણ કે અકારણ અણગમો તે અરતિ.
અરિહંત પ્રભુ - અરિ એટલે શત્રુ. હંત એટલે જેનો નાશ થયો છે તે. અરિહંત એટલે જેમના તમામે તમામ શત્રુઓનો નાશ થયો છે તે. તીર્થકર પ્રભુને અરિહંત કહેવાય છે કેમકે તેમના સર્વ શત્રુઓ મિત્ર થઈ ગયા છે. અરૂપીપણું – અરૂપી એટલે જુદા જુદા આકાર ધારણ કરવાના ગુણનો અભાવ અથવા એકરૂપી, જે રૂપ કે આકારમાં ફેરફાર થતો નથી તે. શુદ્ધ આત્મા આવો અરૂપી છે.
અપ્રમત્ત સંયમ - ક્યાંય પણ પ્રમાદ સેવ્યા વિના આશ્રવ દ્વારોને બંધ કરતા જવા તે અપ્રમત્ત સંયમ.
અવધિદર્શન - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રૂપી દ્રવ્યોનો સામાન્ય અવબોધ તે અવધિદર્શન.
અભવી – જે જીવને મોક્ષમાં જવાનું થતું નથી, તે
અભવી છે. અંતવૃત્તિસ્પર્શ પહેલાં સહુ જીવ અભવી ગણાય છે. અભવી (નિત્ય) - જે જીવને ક્યારેય મોક્ષમાં જવાનું
થતું નથી, તે નિત્ય અભવી છે. અભેદસ્વરૂપ - ભેદરહિત સ્થિતિ. આત્મસ્વરૂપ
સાથેની એકતા.
અવધિજ્ઞાન - અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્ય છે. જે દ્રવ્યને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે રૂપી દ્રવ્ય કહેવાય. અવધિજ્ઞાનવાળો જીવ એ રૂપી દ્રવ્યોને પોતાની મર્યાદાના પ્રમાણમાં, સૂક્ષ્મદર્શક યંત્ર કે ટેલિસ્કોપ કે આંખ આદિ ઇન્દ્રિયની સહાય વગર સીધેસીધા જાણી તથા જોઈ શકે છે.
૪૩૧