________________
કેવળી પ્રભુનો સાથ
ચોથું સ્વપ્ન લક્ષ્મીદેવી લક્ષ્મી એ ધનની દેવી છે, તેની કૃપાથી મનુષ્ય ધનની પ્રાપ્તિ કરે છે અને તેની અવકૃપા થાય તો જીવ નિર્ધનાવસ્થામાં સબડે છે. ધનના સાધનથી જીવ અનેક પ્રકારની સમૃદ્ધિ ભોગવે છે અને તેના વિના અનેક પ્રકારનાં કષ્ટોનો તે જીવે સામનો કરવો પડે છે. આમ આ જગતમાં લક્ષ્મીનો અર્થ ધન એવો કરવામાં આવે છે. તેના દેવસ્વરૂપને આ રીતે જડની પ્રાપ્તિ સાથે ગૂંથી લેવામાં આવે છે. જડ એવું ધન મેળવવા બધા જીવો પુરુષાર્થી રહે છે, પણ લક્ષ્મી એ એવી ચંચળ પ્રકૃતિવાળી દેવી છે કે તેની કૃપા ક્યારે અવકૃપામાં પલટાઈ જશે કે અવકૃપા કૃપામાં પલટાઈ જશે તેનો વર્તારો કે અંદાજ કાઢી શકાતો નથી. આવી ચંચળ લક્ષ્મીને શ્રી પ્રભુ વિજયી બની વશ કરનાર છે તેનું સૂચવન તેનાં દર્શનમાં જોવા મળે છે.
મનુષ્ય દેહનો આકાર ધારણ કરી દર્શન આપનાર લક્ષ્મીદેવીના ચાર હાથ હોય છે. તેના એક હાથમાં કમળ અને બીજા એક હાથમાં ત્રિશૂળ રહ્યું હોય છે. કમળના ચિહ્નથી એ સમજાય છે કે હવેના કાળમાં શ્રી પ્રભુનો જીવ આ સંસારમાં જળકમળવત્ રહેવાનો છે. સંસારના કષાયરૂપ કાદવનો તેઓ પોતાના આત્માને સ્પર્શ થવા દેનાર નથી, સર્વથી અલિપ્ત થતા જઈ પોતાની શુદ્ધિને પૂર્ણતાએ પહોંચાડવાના છે. બીજા હાથમાં રહેલું ત્રિશૂળ એ જણાવે છે કે પ્રભુનો જીવ હવેથી ઉદયમાં આવતાં સર્વ કર્મોનો ભાંગીને ભૂકો કરશે એટલું જ નહિ પણ સત્તાગત કર્મોને ઉદેરી આણી તેનો પણ ક્ષય કરી કમરહિત દશા પામવાનો છે. અને તે પણ આ જ મનુષ્યદેહથી. આમ લમીના હાથમાં મૂકાયેલા આ બંને પ્રતિક અર્થપૂર્ણ છે.
લક્ષ્મીપરનો પ્રભુનો વિજય આપણને એ સમજાવે છે કે પ્રભુનો જીવ ભાવિમાં અનેક મનુષ્યોને પ્રતિબોધી સન્માર્ગે ચલાવનાર છે. દરેક જીવ પર પોતાનું આધિપત્ય જમાવી લક્ષ્મી રાજ કરે છે, અને એ જ લક્ષ્મી પર પ્રભુનું સામ્રાજ્ય છવાયેલું છે, તેનો અર્થ આપણે એમ કરી શકીએ કે બધાને દાસ કરનાર લક્ષ્મી સ્વયં પ્રભુની દાસી થાય છે. અર્થાત્ સમસ્ત મનુષ્યોને પ્રતિબોધી મોક્ષમાર્ગનું આચમન કરાવવાની શક્તિ